Home /News /national-international /રાજસ્થાનમાં ફરી એકવાર મોબ લિંચિંગ, ગૌ તસ્કરીની શંકામાં આધેડની હત્યા

રાજસ્થાનમાં ફરી એકવાર મોબ લિંચિંગ, ગૌ તસ્કરીની શંકામાં આધેડની હત્યા

    રાજસ્થાનના અલવર જીલ્લામાં મોબ લિન્ચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે. અહીં રામગઢમાં ગૌ તસ્કરીની શંકામાં હરિયાણાના રહેવાસી એક વ્યક્તિને ટોળાએ માર-મારીને મારી જ નાખ્યો. આ મામલા બાદ ગત વર્ષે પહલૂ ખાનની હત્યાની ઘટના તાજી થઈ ગઈ.

    મૃતકની ઓળખ હરિયાણાના કોલગામના રહેવાસી 50 વર્ષીય અકબર ખાનના રૂપમાં થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોતાની જાતને ગૌ-રક્ષક બતાવનારા લોકો આ ટોળાની આગેવાની કરી રહ્યા હતા. તેમનો આરોપ હતો કે, તે પોતાના ગામથી બે ગાય લઈ અલવરના રામગઢમાં લાલમંડી જઈ રહ્યા હતા. ત્યારે જ ટોળાએ તેમને રોકીને પૂછપરછ કરી અને માર મારી હત્યા કરી દીધી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પીડિતને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે પીડિતનું હોસ્પિટલ પહોંચ્યા બાદ મોત નિપજ્યું છે, હવે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

    પોલીસે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, મૃતક અકબર પોતાના સાથીની સાથે ગાયો લઈ લાલમંડી રામગઢથી પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે જ રસ્તામાં કેટલાક ગૌરક્ષકોની સાથે ગામના લોકોએ તેને ઢોર માર મારી હત્યા કરી દીધી. આ દરમ્યાન અકબરનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ અકબર ટોળાના હાથે લાગી ગયો. સૂચના બાદ પોલીસે અકબરને હોસ્પિટલમાં ભર્તી કર્યો, જ્યાં તેનું મોત નિપજ્યું છે. હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, આ મામલામાં હજુ કોઈની ધરપકડ નથી કરવામાં આવી.

    આ ઘટના ત્યારે સામે આવી, જ્યારે પીએમ મોદીએ મોબ લિંચિંગની ઘટનાઓની નીંદા કરી. તેમણે રાજ્ય સરકારોને આવી ઘટનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ બાજુ રાજસ્થાન મુખ્યમંત્રી વસુંધરારાજેએ ટ્વીટ કરી આ ઘટનાની આલોચના કરી છે, અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો છે.

    આ બાજુ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ આ ઘટનાને લઈ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, ગાયને સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ જીવવાનો પુરો અધિકાર છે અને એક મુસ્લીમને મારી શકાય છે, કારણ કે તેને જીવવાનો મૌલિક અધિકાર નથી. મોદી શાસનના ચાર વર્ષ લિંચ રાજ

    દેશમાં થયેલી મોબ લિંચિંગની ઘટનાઓ પર સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે, અને સંસદને ટોળા દ્વારા હિંસાને રોકવામાં કાયદો બનાવવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં શાંતી બનાવી રાખવી કેન્દ્ર સરકારની ફરજ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alwar, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन