Home /News /national-international /

અલવર મોબ લિંચિંગ કેસમાં ચાર્જશીટ દાખલ, VHP કાર્યકર્તા સહિત 3 પર આરોપ

અલવર મોબ લિંચિંગ કેસમાં ચાર્જશીટ દાખલ, VHP કાર્યકર્તા સહિત 3 પર આરોપ

પોલીસકર્મીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ ના કરવા પર અલવર પોલીસે સફાઈ આપી છે કે, તેમના વિરૂદ્ધ મજિસ્ટ્રેટ તપાસ ચાલી રહી છે

પોલીસકર્મીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ ના કરવા પર અલવર પોલીસે સફાઈ આપી છે કે, તેમના વિરૂદ્ધ મજિસ્ટ્રેટ તપાસ ચાલી રહી છે

    અલવરમાં રકબર ખાનને ગૌતસ્કર ગણાવીને માર-મારીને હત્યાના બહુચર્ચિત મોબ લિંચિંગ મામલે અલવર પોલીસે શુક્રવારે રામગઢની સિવિલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ચાર્જશીટમાં ત્રણ આરોપીઓને રકબરને માર મારવાનો અને હત્યાના આરોપી બનાવવામાં આવ્યા છે. આ ત્રણ વિરૂદ્ધ આઈપીસીની કલમ 302,341,323,34 હેઠળ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસકર્મી સહિત બીજા આરોપીઓ વિરૂદ્ધ તપાસને પેન્ડીંગમાં રાખવામાં આવી છે. આ આરોપીઓમાં પોલીસને સૂચના આપનાર વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા નવલ કિશોર પણ સામેલ છે.

    પોલીસકર્મીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ ના કરવા પર અલવર પોલીસે સફાઈ આપી છે કે, તેમના વિરૂદ્ધ મજિસ્ટ્રેટ તપાસ ચાલી રહી છે, તપાસ બાદ જ નક્કી થશે કે, તેઓ દોષિત છે કે નહી. જે ત્રણ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં આરોપી પરમજીત, ધર્મેન્દ્ર અને નરેશની પોલીસે ધરપકડ કરી લીધી છે.

    કોર્ટમાં રજૂ કરેલ 25 પેજની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ત્રણોએ લલાંવડી ગામ પાસે રકબર ખાનની માર મારીને હત્યા કરી નાંખી છે. આ ઘટના સમયે રકબર ખાન પોતાના સાથી સાથે ગાયો લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन