Home /News /national-international /LIVE મોત: મોલના ચોથા માળેથી લગાવી યુવતીએ છલાંગ, VIDEO

LIVE મોત: મોલના ચોથા માળેથી લગાવી યુવતીએ છલાંગ, VIDEO

ભિવાડીના ક્વાયર મોલમાં બની આ ઘટના

ચોથા માળેથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દીધી. યુવતી નીચે પડતા જ લોકો ભેગા થઈ ગયા. લોકોએ યુવતીને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કોશિસ કરી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

    અલવર જીલ્લાના ભિવાડીમાં શનિવારે એક યુવતીએ મોલના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી, જેને લઈ યુવતીનું સ્થળ પર જ મોત થયું. આ ઘટના બાદ મોલમાં અરેરાટી ફેલાઈ ગઈ. ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ. પોલીસે લાસને સ્થાનીક હોસ્પિટલમાં મોર્ચરીમાં રાખી છે. આત્મહત્યા પાછળનું કારણ શું હતું તે પોલીસને ખબર પડી નથી. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

    ભિવાડીના ક્વાયર મોલમાં બની આ ઘટના
    પ્રાપ્ત માહિતી અનુસાર, આત્મહત્યાની આ ઘટના ભિવાડી કસ્બાના ફૂલબાગ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાયપાસ રોડ પર આવેલા ક્વાયર મોલમાં બની. અહીં ચોથા માળેથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દીધી. યુવતી નીચે પડતા જ લોકો ભેગા થઈ ગયા. લોકોએ યુવતીને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કોશિસ કરી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

    નવેમ્બર 2018માં થયા હતા લગ્ન
    મૃતક યુવતીનું નામ પૂનમ જાણવા મળ્યું છે. તે કિશનગઢવાસ વિસ્તારના મોઠુકા ગામની રહેવાસી હતી. તે છેલ્લા કેટલાક દિવસમાં ભિવાડીમાં પોતાના પતિ સાથે રહેતી હતી. નવેમ્બર 2018માં તેના લગ્ન થયા હતા.

    " isDesktop="true" id="903604" >

    સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
    યુવતી દ્વારા મોલમાંથી કુદવાની લાઈવ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં એક મહિલા લાલ રંગના સૂટમાં ફરતી જોવા મળી રહી છે. પહેલા યુવતી પોતાનું પર્સ રેલિંગ પાસે રાખે છે. ત્યારબાદ આજુ બાજુ જુએ છે. ત્યારબાદ તે મોલના છતની રેલિંગ પરથી નીચે છલાંગ લગાવી દે છે.

    પોલીસે પરિવારજનોને કરી જાણ
    પોલીસે યુવતીના પરિવારજનોને ઘટનાની સૂચના પહોંચાડી છે. તેમના આવ્યા બાદ મૃતક યુવતીની લાસ પોસ્ટમાર્ટમ કરાવવામાં આવશે. ફૂલ બાગ પોલીસ આ મામલામાં તમામ સંબંધિત પહેલુઓને ધ્યાનમાં રાખી તપાસમાં લાગી ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alwar, Girl died, Mall, Spot

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन