હવે ધનાઢ્યો વચ્ચે લાગી અમરત્વને અનલોક કરવાની દોડ, આ રહસ્યમય લેબોરેટરીમાં થાય છે કામ

અલ્ટોસ લેબ્સ (Altos Labs)કાયમ માટે જીવિત (અમરતવ) રહેવાના પ્રયાસોમાં નવું પાસું ઉમેરવા તૈયાર છે (પ્રતિકાત્મક તસવીર)

કંપની કોષોને જૈવિક રીતે ફરીથી પ્રોગ્રામ કરવાની ટેકનોલોજીની શોધ કરી રહી છે. તેમને પુનર્જીવિત કરીને માનવ જીવનને લંબાવવાનો પ્રયાસ કરી રહી છે

  • Share this:
સદા નવયુવાન રહેવાનું સ્વપ્ન ઘણા લોકોએ જોયું છે. જેથી અનેક વિજ્ઞાન(Science) લક્ષી કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા તથા છાપ છોડવા માટે પ્રયત્નો કરી રહી છે. ત્યારે અલ્ટોસ લેબ્સ (Altos Labs)કાયમ માટે જીવિત (અમરતવ) રહેવાના પ્રયાસોમાં નવું પાસું ઉમેરવા તૈયાર છે. અહેવાલો મુજબ, આ કંપની કોષોને જૈવિક રીતે ફરીથી પ્રોગ્રામ કરવાની ટેકનોલોજીની શોધ કરી રહી છે. તેમને પુનર્જીવિત કરીને માનવ જીવનને લંબાવવાનો પ્રયાસ કરી રહી છે.

યુવાનો શ્રીમંત બનવાનું સ્વપ્ન જુએ છે અને શ્રીમંત લોકો યુવાન બનવાનું સ્વપ્ન જુએ છે. જેથી બાયોલોજિકલ રિપ્રોગ્રામિંગ ટેક કંપની અલ્ટોસ લેબ્સ કથિત રીતે એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ (Amazon CEO Jeff Bezos)અને રશિયન-ઇઝરાયલના અબજોપતિ યુરી મિલ્નર જેવા મોટા નામને રોકાણ કરવા આકર્ષી રહી છે. ગયા ઓક્ટોબરમાં વૈજ્ઞાનિકોનું જૂથ પાલો અલ્ટોની ઉપર લોસ અલ્ટોસ હિલ્સમાં યુરી મિલ્નરની સુપર-મેન્શનમાં ગયું હતું. તેમનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બે દિવસની વૈજ્ઞાનિક પરિષદ માટે થિયેટરમાં ભેગા થતાં તેમણે માસ્ક પહેર્યા હતા. જ્યારે અન્ય લોકો ટેલિકોન્ફરન્સથી જોડાયા હતા. આ પરિષદનો વિષય લોકોને યુવાન બનાવવા માટે બાયોટેકનોલોજીના ઉપયોગ બાબતે હતો.

અલ્ટોસમાં આવેલા ઘણા વૈજ્ઞાનિકોમાં કેલિફોર્નિયાના લા જોલાના સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના જીવવિજ્ઞાની Juan Carlos Izpisúa Belmonte પણ સામેલ છે. તેમણે 2017માં માનવ/ડુક્કર ચાઇમેરા બનાવવા માટે સંશોધન શરૂ કર્યું હતું. કોશિકાઓમાં વૃદ્ધત્વના ઉલટફેરના સંશોધન માટે વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા શિન્યા યામાનાકા પણ અલ્ટોસ વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડમાં જોડાશે.

રિપ્રોગ્રામિંગ ઉદ્યોગની જેમ જ અલ્ટોસ લેબ્સ હજી તેના પ્રારંભિક તબક્કામાં છે. ત્યારે કંપનીએ ઓછામાં ઓછા $270 મિલિયન એકત્ર કર્યા હોવાનું માનવામાં છે. આ વર્ષની શરૂઆતમાં યુએસ અને યુકેમાં ઉભી થયેલી આ કંપની બે એરિયા, સાન ડિએગો, કેમ્બ્રિજ, યુકે અને જાપાન સહિતના સ્થળોએ અનેક સંસ્થાઓની સ્થાપના કરશે. તે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મોટા કેડરની ભરતી કરી રહી છે. તેમને ઊંચા પગાર આપે છે. તેઓ કોશિકાઓની ઉંમરની પ્રક્રિયાને કેવી રીતે ઉલટાવી શકાય તે અંગે સંશોધન કરશે.

આ પણ વાંચો - શું અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલ હુમલો એક ષડયંત્ર હતું?

જોકે, બીજી આ કંપનીની લાંબા આયુષ્ય માટે કામ કરતી અન્ય કંપની કેલિકો લેબ્સ સાથે હરીફાઈ થશે. આ કંપની 2013માં સ્થાપવામાં આવી હતી. તેમાં ગૂગલના સહ-સ્થાપક લેરી પેજએ ઝંપલાવ્યું હતું. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં રિપ્રોગ્રામિંગ પર કેન્દ્રિત લેબની જાહેરાત કરી હતી.

વર્તમાન સમયે અલ્ટોસ લેબ્સ સાથે ખુબ ખ્યાતનામ અને કુખ્યાત વૈજ્ઞાનિકો જોડાયા છે. આ બધામાં મહત્વનું નામ યામાનાકાનું છે. જેમની શોધને યામાનાકા પરિબળો તરીકે ઓળખાય છે. કોશિકાઓને ભ્રૂણસ્ટેમ કોશિકાઓના ગુણધર્મો સાથે આદિમ સ્થિતિમાં પાછા ફરવાનું કહી શકાય છે. 2016 સુધીમાં, Izpisúa Belmonteની લેબએ આ પરિબળોને જીવતા ઉંદરોને લાગુ કર્યા હતા. જેમાં તેમને ઉંમરના ઉલટફેરના સંકેતો મળ્યા હતા અને સદા જીવન રહેવાની આશા જાગી હતી. જોકે, ઉંદરના પ્રયોગોના પરિણામો પણ ભયાનક હતા. જેટલું રિપ્રોગ્રામિંગ થયું તેના આધારે કેટલાક ઉંદરોને ટેરાટોમસ નામની કદરૂપી ભ્રૂણ ગાંઠો થઈ હતી.

અલબત, આ બાબતે અલ્ટોસ લેબ્સ આગળ વધી છે. તે પ્રયાસ રિચાર્ડ ક્લાઉસનરની આગેવાની પણ મળી છે. જેઓ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ચીફ હોવા સાથે ઘણી કંપનીના સર્જનમાં ભાગીદાર પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે, યુકેમાં લાઇફ બાયોસાયન્સિસ, ટર્ન બાયોટેકનોલોજીઝ, એજએક્સ થેરાપ્યુટિક્સ અને શિફ્ટ બાયોસાયન્સ સહિત સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સ રિપ્રોગ્રામિંગ ટેકનોલોજીને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોમાં લોકો પર પરીક્ષણ થયા નથી. રિપ્રોગ્રામિંગમાં રોકાણ કરવા માટે રોકાણકારો દ્વારા સેંકડો મિલિયન ડોલર એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેના પાછળ ખાસ કરીને માનવ શરીરના ભાગો અથવા આખા માનવ શરીરના કાયાકલ્પનો ઉદ્દેશ સમાયેલો છે.

વૃદ્ધત્વના જેવા રોગની કોઈ પણ સારવાર અબજોની હોઈ શકે છે. પરંતુ અલ્ટોસ શરૂઆતમાં પૈસા કમાવવાની ગણતરી કરી રહ્યું નથી. આ દરમિયાન હવે મુખ્ય પ્રશ્ન એ છે કે, આ પ્રયોગ પ્રાણીઓને મારી નાખ્યા વિના સલામત રીતે નવજીવન આપી શકે છે કે નહીં? તે જોવા માટે રિપ્રોગ્રામિંગ કે આનુવંશિક એન્જિનિયરિંગ દ્વારા નહીં પરંતુ સામાન્ય દવાઓનો ઉપયોગ કરીને પ્રક્રિયા હાથ ધરી શકાય છે

રિપ્રોગ્રામિંગ વિષય પર મોટી રકમ અને મહેનત ખર્ચાઈ રહી છે. ત્યારે કેટલાક સંશોધકો પ્રશ્ન કરે છે કે, શું રિપ્રોગ્રામિંગમાં કોમર્શિયલ રોકાણથી ખરેખર લાભ મેળવી શકાય છે? તજજ્ઞોનું કહેવું છે કે, રિપ્રોગ્રામિંગ માત્ર કોશિકાઓને યુવાન નથી બનાવતી પરંતુ તેમની ઓળખ પણ બદલી નાખે છે. દાખલા તરીકે, ત્વચાના કોષને સ્ટેમ સેલમાં ફેરવે છે. જેનાથી આ તકનીકીનો લોકો પર ટેસ્ટ કરવો ખૂબ જોખમી છે. આ ક્ષેત્રમાં ખૂબ પૈસા છે અને ઘણી બધી કંપનીઓ સંશોધન ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી એક પ્રકારનો ભય પણ જોવા મળે છે.
First published: