એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ શરૂ કરી ચાની કિટલી, જાણો શાં માટે?
બે અન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હાલ માલદામાં બી.ટેક ચાયવાલાના નામથી ચાનો બિઝનેસ શરૂ કર્યો છે.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાનો સ્ટ્રેસ દૂર કરવા અને મિત્રોને મળવા માટે ચાની કિટલીએ ભેગા થતા હોય છે. તેના પગલે નાની ઉંમરે બિઝનેસમાં ઝપલાવવા માંગતા યુવાનોમાં ચાની કિટલી કરવી કે તેનો બિઝનેસ કરવો તેનો ખૂબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
પુરલિયાઃ આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાનો સ્ટ્રેસ દૂર કરવા અને મિત્રોને મળવા માટે ચાની કિટલીએ ભેગા થતા હોય છે. તેના પગલે નાની ઉંમરે બિઝનેસમાં ઝપલાવવા માંગતા યુવાનોમાં ચાની કિટલી કરવી કે તેનો બિઝનેસ કરવો તેનો ખૂબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના પુરલિયામાં એમબીએ ચાયવાલાને મળેલી સફળતામાંથી પ્રેરણા લઈને બે અન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હાલ માલદામાં બી.ટેક ચાયવાલાના નામથી ચાનો બિઝનેસ શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે એમબીએ ચાયવાલા શહેરમાં હાલ 150થી વધુ દુકાનો ધરાવે છે. તેમની દુકાન પુરલિયા સિટી સેન્ટર ખાતે આવેલી છે. કેફ એરિયામાં ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીં લોકો વિવિધ મ્યુઝીક સાંભળતા-સાંભળતા ચાની ચુસ્કી લઈ શકે છે.
બે યુવા એન્જિનિયરે શરૂ કર્યું નવું સાહસ બી.ટેક ચાયવાલા
પ્રફુલા બિલોર કે જેમણે એમબીએ ચાયવાલાની શરૂઆત કરી હતી, તેમને તેમના નવા બિઝનેસમાં ખૂબ જ સફળતા મળી છે. બિલોરે પ્રારંભિક તબક્કે આ બિઝનેસની શરૂઆત માત્ર 8,000 રૂપિયાના રોકાણથી કરી હતી અને હાલ આ બિઝનેસ કરોડમાં છે. હાલ એમબીએ ચાયવાલા દેશના વિવિધ શહેરોમાં ખૂબ જ જાણીતું થયું છે. તેમાંથી પ્રેરણા લઈને માલદાના બે યુવા એન્જિનિયર અલામગીર ખાન અને રાહુલ અલીએ બી.ટેક ચાયવાલાના નામથી એક દુકાન શરૂ કરી છે.
ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે બંને યુવાનો
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ઘાની ખાન ચૌધરી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનયરિંગમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. આલામગીરીએ વર્ષ 2017માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ કર્યો હતો. આ જ વર્ષે રાહુલે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ કર્યો હતો. રાહુલે પછીથી વર્ષ 2021માં કોલકાતામાં આવેલા સ્વામી વિવેકાનંદ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાંથી બી.ટેકનો અભ્યાસ કર્યો હતો.
આલામગીરીના પિતા શહેશાન ખાને ખૂબ જ મજૂરી કરીને તેમના પાંચ બાળકોને ઉછેર્યા હતા અને તેમને એજ્યુકેશન આપ્યું હતું. શાહેશાન ખાનના 5 દિકરાઓમાંથી આલામગીરી સૌથી મોટો પુત્ર છે. રાહુલના પિતાની વાત કરવામાં આવે તો તેના પિત મનસુર અલી વ્યવસાયે એક ટેક્સી ડ્રાઈવર છે. બંને યુવાનોને આગળ જતા મોટી સફળતા મળશે તેવું બંનેના પરિવારના સભ્યો ખૂબ જ દ્રઢતાપૂર્વક માની રહ્યાં છે.
જીંદગીમાં કઈંક અલગ કરવા દ્રઢમનોબળ જરૂરી
હાલ માલદાના ઘણા લોકો અલીમગીર અને રાહુલે શરૂ કરેલી બી.ટેક ચાયવાલાની દુકાનો ચાની ચુસ્કી લેવા આવે છે. ગરમા-ગરમ ચાના કપ સાથે ઘણા યુવાઓ અહીં ચર્ચાઓ કરતા જોવા મળે છે. રાહુલ અને આલામગીર તેમની જાતે જ ચા બનાવીને ગ્રાહકોને પીવડાવે છે. એમબીએ ચાયવાલા અને બી.ટેક ચાયવાલા સ્ટાર્ટઅપને શરૂ કરનાર યુવાનોનું માનવું છે કે જો તમારે જીંદગીમાં કઈંક અલગ કરવું છે તો તેના માટે દ્રઢમનોબળ હોવું ખૂબ જ જરૂરી છે. આ બંને સ્ટાર્ટઅપ તેના જીંવત ઉદાહરણો છે.