સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે આલોક વર્માનું શું થશે? કારણ કે સીબીઆઈ ડાયરેક્ટર તરીકે આલોક વર્માના કાર્યકાળમાં માત્ર 23 દિવસ બચ્યા છે. મૂળે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આલોક વર્માનું સમર્થન કરતાં લોકો તેને તેમની જીત ગણાવી રહ્યા છે પરંતુ સરકારને સમર્થન કરતાં લોકો તેની પર સમજી-વિચારીને નિવેદન આપી રહ્યા છે. આ બધા વચ્ચે મહત્વપૂર્ણ સવાલ એ છે કે સીબીઆઈ ડાયરેક્રટ આલોક વર્માનું શું થશે?
કોર્ટે આપેલા ચુકાદાને જોઈએ તો આલોક વર્માના ભવિષ્ય પર નિર્ણય સિલેક્ટ કમિટીને લેવાનો છે. એટલે આલોક વર્માનું ભવિષ્ય હકીકતમાં એક સપ્તાહમાં નક્કી થશે. જ્યારે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી કરનારી સિલેક્ટ કમિટી પોતાનો નિર્ણય સંભળાવશે. હજુ પણ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માના ભવિષ્ય પર નિર્ણય ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ પર નિર્ભર છે.
જે રીતે છેલ્લા બે મહિનાઓથી સીબીઆઈ પર તકરાર ચાલી રહી છે. એવામાં સૌને ખબર છે કે સરકાર જ્યાં સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવાના પક્ષમાં છે બીજી તરફ, વિપક્ષ આલોક વર્માને કોઈ પણ કિંમતે પરત લાવવા માંગે છે. એટલે કે સિલેક્ટ કમિટીના સભ્યોમાંથી વડાપ્રધાન મોદી સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાના પક્ષમાં હોય તો વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે તેમને પરત લેવાના પક્ષમાં છે.
હવે તેની પર નિર્ણય ત્રીજા સભ્ય જ કરશે અને તે ત્રીજા સભ્ય હશે ભારતના ચીફ જસ્ટિસ. મૂળે, સુપ્રીમ કોર્ટના ચુકાદા આલોક વર્માની વિરુદ્ધ મુખ્ય સતર્કતા આયુક્ત (CVC)ની તપાસ વિશે કંઈ ન કહેતા. તેનો અર્થ છે કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની વિરુદ્ધ CVCની તપાસ ચાલુ રહેશે અને સિલેક્ટ કમિટીની તપાસનો રિપોર્ટના આધારે આગામી બેઠકમાં નિર્ણય કરશે. સ્પષ્ટ છે કે પહેલા રાઉન્ડમાં આલોક વર્માએ ભલે સુપ્રીમ કોર્ટમાં બાજી મારી લીધી હોય પરંતુ સરકારથી તેમની જંગ હજુ ચાલુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર