પૂર્વ CBI ચીફ આલોક વર્માએ નીરવ મોદી અને માલ્યાને ભગાડવામાં કરી હતી મદદ?

સીવીસીએ તેમની વિરુદ્ધ 6 નવા આરોપોની તપાસ શરૂ કરી છે. આમાં બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલરના આંતરિક ઇમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે

News18 Gujarati
Updated: January 12, 2019, 12:37 PM IST
પૂર્વ CBI ચીફ આલોક વર્માએ નીરવ મોદી અને માલ્યાને ભગાડવામાં કરી હતી મદદ?
સીવીસીએ તેમની વિરુદ્ધ 6 નવા આરોપોની તપાસ શરૂ કરી છે. આમાં બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલરના આંતરિક ઇમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે
News18 Gujarati
Updated: January 12, 2019, 12:37 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સીબીઆઇના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા પર ભ્રષ્ટાચારથી લઇને પશુ તસ્કરોની મદદ કરવા સુધીના આરોપો લાગ્યા છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) આ આરોપોની તપાસ કરી રહી છે. આ આરોપોને આધાર બનાવી પીએમ મોદીની અધ્યક્ષતામાં હાઇ કમિટીએ 2:1થી વર્માને ખસેડવાનો નિર્ણય લીધો. હવે આલોક વર્મા પર ભાગેડુ વિજય માલ્યા અને ફરાર હીરાના વેપારી નીરવ મોદીને મદદ કરવાના આરોપો પણ લાગી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સીવીસીએ તેમની વિરુદ્ધ 6 નવા આરોપોની તપાસ શરૂ કરી છે. આમાં બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલરના આંતરિક ઇમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે.

આ પણ વાંચો, આલોક વર્માનાં રાજીનામાં બાદ આ બની શકે છે CBIનાં નવાં 'બોસ'

વર્મા વિરુદ્ધ સીબીઆઇ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા 10 આરોપોની તપાસને આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વર્માની પૂછપરછ કરવી જોઇએ.

વિજય માલ્યાની મદદ

આલોક વર્મા પર આરોપ છે કે, તેમણે 2015માં વિજય માલ્યા વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા લુકઆઉટ સર્ક્યુલરને નબળો કર્યો હતો, જેના લીધે માલ્યાને દેશ છોડી ભાગમાં મદદ મળી.
Loading...

પીએનબી સ્કેમ

રિપોર્ટ પ્રમાણે, આલોક વર્મા પર આરોપ છે કે, નીરવ મોદીના કેસમાં સીબીઆઇના કેટલાક આંતરિક ઇમેલ લીક થવાને લીધે આરોપીને શોધવાને બદલે આ મામલાને છૂપાવવાના પ્રયાસો કરતાં રહ્યાં, જ્યારે તે સમયે પીએનબી કૌભાંડની તપાસ ચાલુ હતી.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...