ઓસ્ટ્રેલિયામાં ખોટાં પડ્યાં તમામ ઓપિનિયન પોલ, જાણો કેમ?

News18 Gujarati
Updated: May 20, 2019, 3:55 PM IST
ઓસ્ટ્રેલિયામાં ખોટાં પડ્યાં તમામ ઓપિનિયન પોલ, જાણો કેમ?
સ્કોટ મોરિસન

ઓસ્ટ્રેલિયામાં જે પરિણામ સામે આવ્યા છે તેમાં ગઠબંધન સરકારે જીત પર મહોર મારી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક રીતે ઓપિનિયન પોલ ખોટા પડ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગત શનિવારે ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીના નિષ્ણાતો અને મતદાતાઓ બંને હેરાન થઈ ગયા, જ્યારે મતોની ગણતરી વખતે ગઠબંધને અનપેક્ષિત રીતે જીત નોંધાવી હતી. લગભગ તમામ ઓપિનિયન પોલમાં ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીની જીતનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં જે પરિણામ સામે આવ્યા છે તેમાં ગઠબંધન સરકારે જીત પર મહોર મારી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક રીતે ઓપિનિયન પોલ ખોટા પડ્યાં છે.

તમામ ઓપિનિયન પોલ લેબર પાર્ટીની જીત બતાવી રહ્યા હતા

જે મોટા ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીની જીતની વાત કરવામાં આવી હતી તેમાં ન્યૂઝપોલ, યૂગોવ/ગેલેક્સી, આઈપીએએસઓએસ અને રીચટેલ પોલ્સનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના ઓસ્ટ્રેલિયાના જ ન્યૂઝ સંગઠનો દ્વારા કરાવવામાં આવ્યા હતા. આ ઓપિનિય પોલ્સમાં શુક્રવાર રાત સુધી ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીને આગળ બતાવવામાં આવી હતી.

એટલે સુધી કે શુક્રવારે જાહેર કરાયેલા ફેડરલ ઓપિનિયલ પોલ, જે તમામ ઓપિનિયન પોલની સરેરાશ હોય છે તેમાં પણ લેબર પાર્ટીને 51.7% અને ગઠબંધનને 48.3% વોટ મળવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ પરિણામ બધાને ચોંકાવનારું આવ્યું હતું, કારણ કે શનિવારે સાંજે આવેલા પરિણામમાં ગઠબંધનને 51% અને લેબર પાર્ટીને 49% વોટ મળ્યાં હતા.

આ અંગે ઓસ્ટ્રેલિયાના રાજનીતિ વૈજ્ઞાનિક ડો. એન્ડી માર્ક્સે કહ્યું કે આનાથી એવું સાબિત થાય છે કે મુખ્યધારામાં લોકોની વાતો કેટલી બેકાર થઈ ચુકી છે. પોલ પહેલા જ તેમણે મતદાનના આધાર પર લેબર પાર્ટીની જીત થશે તેવું અનુમાન લગાવ્યું હતું.

હકીકતમાં ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત હોવાથી મતદાનના આંકડા એકદમ સ્પષ્ટ હોય છે. આ ઉપરાંત અહીં ઓપિનિયન પોલના આંકડા IVR (ઓટો વોઇસ રિસ્પોન્સ) દ્વારા ફોનથી મેળવવામાં આવે છે. એટલે તે ખોટાં હોવાનું અશક્ય છે.ઓપિનિયન પોલ ખોટાં કેમ પડ્યા?

તસ્માનિયાના ચૂંટણી વિશ્લેષક કેવિન બોનહેમે આને પોલની મોટી નિષ્ફળતા ગણાવી છે. તેમણે લખ્યું કે આ પરિણામ જોઈને એવું લાગી રહ્યું હતું કે પોલ અને પરિણામ અરીસા સામે રાખી દેવામાં આવ્યા હતા. (હકીકતમાં અરીસામાં વસ્તુઓ ઉલટી દેખાય છે, અને પોલના પરિણામ સાવ ઉલટા આવ્યા હતા.)

રવિવારે ઓસ્ટ્રેલિયાની SBSન્યૂઝે જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં આવેલા ઓપિનિયન પોલના પરિણામમાં 3% ગરબડ જોવા મળી છે.

કેવિન બોનહેમે આ ચૂંટણીમાં ઓપિનિયન પોલ ખોટો હોવા અંગે નીચેના સંભવત કારણ રજૂ કર્યા છે :-

1. સેમ્પલનું યોગ્ય પ્રતિનિધિત્વ ન હોવું.
2. રાજકીય ગતિવિધિઓ સાથે જોડાયેલા હોય તેવા લોકો સેમ્પલિંગમાં ભાગ લે.
3. મતદાતાઓને ઓપિનિયન પોલના ખોટાં આંકડા રજૂ કરવામાં આવ્યા હોય.
4. અમુક છૂપા કારણો.

આ ઉપરાંત અમુક લોકો પોતાનો પક્ષ રજૂ કરવાથી શરમ અનુભવી રહ્યા હોય અને ખરાબ ફોનને પણ કારણ તરીકે બતાવ્યા હતા. હવે સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બની ગયા છે. પ્રથમ વખત જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમને 'એક્સિડેન્ટલ પ્રાઇમમિનિસ્ટર' કહેવામાં આવ્યા હતા, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના લોકો તેમને અસલી હીરો માનવા લાગ્યા છે.
First published: May 20, 2019, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading