મહારાષ્ટ્ર : હજુ પણ બીજેપીની સાથે રહેવાના પક્ષમાં શિવસેનાના 15થી 20 MLA

News18 Gujarati
Updated: November 25, 2019, 10:40 AM IST
મહારાષ્ટ્ર : હજુ પણ બીજેપીની સાથે રહેવાના પક્ષમાં શિવસેનાના 15થી 20 MLA
આદિત્‍ય અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

બીજેપીની સાથે સરકાર રચવાના પ્રયાસોમાં નિષ્ફળ થયા બાદથી શિવસેનાએ પોતાના ધારાસભ્યોનું હૉર્સ ટ્રેડિંગ થતું રોકવા માટે હોટલમાં રોકી દીધા છે

  • Share this:
નવી દિલ્હી/મુંબઈ : મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ શિવસેનાના 15થી 20 ધારાસભ્ય હજુ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના પક્ષમાં છે. રવિવાર રાત્રે થયેલી મીટિંગમાં અનેક ધારાસભ્યોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને સવાલ પૂછ્યો કે, શું હજુ પણ બીજેપીની સાથે જઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ કારણે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે મોડે સુધી ધારાસભ્યોની સાથે રોકાયા. બીજી તરફ, આદિત્ય કાલથી જ હોટલ લલિતમાં ધારાસભ્યોની સાથે જ છે.

બીજેપીની સાથે સરકાર રચવાના પ્રયાસોમાં નિષ્ફળ થયા બાદથી શિવસેનાએ પોતાના ધારાસભ્યોનું હૉર્સ ટ્રેડિંગ થતું રોકવા માટે હોટલમાં રોકી દીધા છે. મળતી માહિતી મુજબ ધારાસભ્યોના આ સવાલને સાંભળીને ઉદ્ધવ ઠાકરે ઘણા ચિંતિ જોવા મળ્યા અને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. આદિત્ય ઠાકરે રાત્રે માતોશ્રી પરત ફર્યા હતા પરંતુ ધારાસભ્યોનો પક્ષ સાંભળીને પાર્ટીએ તેમને ધારાસભ્યોની સાથે રહેવા માટે કહ્યું. તેઓ હજુ પણ હોટલ લલિતમાં જ હાજર છે.

આ અગાઉ, એનસપીના વધુ બે ગુમ ધારાસભ્ય મુંબઈ પરત આવી ગયા છે. ધારાસભ્ય અનિલ પાટિલ અને દૌલત દરોદા કેટલાક દિવસોથી ગુરુગ્રામની એક હોટલમાં રોકાયેલા હતા. તેમને સોમવારે દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યા. બીજી તરફ, એનસીપી નેતા નવાબ મલિકે દાવો કર્યો કે કુલ 54માંથી 52 ધારાસભ્યો પાર્ટીમાં પરત ફર્યા છે. વધુ એક ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં છે.

અજિત પવારની મુશ્કેલી વધશે

દૌલત દરોદા અને અનિલ પાટિલને એનસપી યૂથ કૉંગ્રેસના નેતા દિલ્હીથી મુંબઈ પરત લઈને આવ્યા. એટલે કે હવે 54માંથી 52 ધારાસભ્ય શરદ પવારના કેમ્પમાં પરત આવી ગયા છે. જેના કારણે અજિત પવારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર : જેની પાસે હશે 29 MLAનું સમર્થન તે જ હશે Floor Testનો કિંગ
First published: November 25, 2019, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading