Home /News /national-international /ઉત્તરાખંડમાં મરઘીએ બનાવ્યો અનોખો રેકોર્ડ: 1 જ દિવસમાં આપ્યા 31 ઈંડા, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

ઉત્તરાખંડમાં મરઘીએ બનાવ્યો અનોખો રેકોર્ડ: 1 જ દિવસમાં આપ્યા 31 ઈંડા, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

અલ્મોરામાં એક મરઘીએ રેકોર્ડ બનાવ્યો

બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની કહે છે કે, બાળકોના કહેવા પર તેમણે બે મરઘી પાળી હતી. આમ તો મરઘી એક અથવા બે જ ઈંડા આપતી હતી. પણ રવિવારને તેણે એક પછી એક 31 ઈંડા આપ્યા હતા.

અલ્મોડા: ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના ભિકિયાસૈંણના બાસોટમાં એક એવી અદ્ભૂત ઘટના થઈ છે, જેને સાંભળીને આપ પણ ચોંકી જશો. અહીં એક મરઘીએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. એર મરઘીએ એક જ દિવસમાં 31 ઈંડા આપીને સૌને ચોંકાવી દીધા છે. બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે. તેમનો દાવો છે કે, તેમની મરઘીએ એક દિવસમાં 31 ઈંડા આપ્યા છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ગિરીશનું કહેવુ છે કે, મરઘી અત્યાર સુધીમાં 10 દિવસમાં 52 ઈંડા આપી ચુકી છે. વીડિયો વાયરલ થયા બાદ પશુપાલન વિભાગની ટીમ મરઘીને જોવા પહોંચી છે.

આ પણ વાંચોઃ ભષ્ટ્રાચારની ભેટ ચઢ્યો સરકારી સ્કુલમાં અભ્યાસ કરનાર 7 વર્ષનો બાળક, ગેટ પડવાથી દબાઈ જતા મૃત્યુ

બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની કહે છે કે, બાળકોના કહેવા પર તેમણે બે મરઘી પાળી હતી. આમ તો મરઘી એક અથવા બે જ ઈંડા આપતી હતી. પણ રવિવારને તેણે એક પછી એક 31 ઈંડા આપ્યા હતા. ગિરીશ ચંદ્ર બુધાનીએ જણાવ્યું હતું કે, 12 કલાકમાં મરઘીમાં 31 ઈંડા આપ્યા અને તે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં મરઘીએ 52 ઈંડા આપ્યા છે. જો કે, વાયરલ વીડિયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું.

ખૂબ ખાય છે લસણ અને મગફળી


ગિરીશે જણાવ્યું છે કે, મરઘી સામાન્ય રીતે જ ખાવાનું ખાઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે, લસણ અને મગફળી મરઘીને ખૂબ પસંદ છે. આ તમામની વચ્ચે વાયરલ વીડિયો જોઈને પશુપાલન વિભાગ પણ હૈરાન થઈ ગયા અને ગિરીશના ઘરે જઈ પહોંચ્યા. પશુપાલન વિભાગના અધિકારી પણ ગિરીશને મળ્યા અને તેને હકીકત જાણ્યું. સાથે જ પશુપાલન વિભાગના અધિકારીએ ગિરીશને કહ્યું કે, તે મરઘી માટે થોડોક કેલ્શિયમનો ખોરાક આપ્યો, જેથી તે ઈંડા આપતી રહે.
First published:

Tags: Uttarakhand news