Home /News /national-international /નસીબનો ખેલ: અનાથ બાળક પેટ ભરવા લોકોના એઠા વાસણ સાફ કરતો, નસીબ ખુલ્યા અને રાતોરાત કરોડપતિ બની ગયો
નસીબનો ખેલ: અનાથ બાળક પેટ ભરવા લોકોના એઠા વાસણ સાફ કરતો, નસીબ ખુલ્યા અને રાતોરાત કરોડપતિ બની ગયો
શાહઝેબ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે
કલિયર શરીફ દરગાહની નજીક એક દુકાનમાં કામ કરતા નાના બાળક શાહઝેબ રાતોરાત લખપતિ બની ગયો છે. શાહઝેબ કોઈ મોબાઈલ ગેમ રમીને લાખોપતિ નથી બન્યો ન તો તેણે કોઈ જમીનમાં દાંટેલો ખજાનો મળ્યો છે.
હરિદ્વાર: નસીબ પણ શું ખેલ બતાવે છે, હરિદ્વારના પિરાન કલિયરમાં બે ટંકના ભોજન માટે એઠા વાસણ સાફ કરનારો એક બાળક રાતોરાત અમીર બની ગયો. આ કોઈ ફિલ્મી કહાની નથી, પણ સત્ય હકીકત છે.
કલિયર શરીફ દરગાહની નજીક એક દુકાનમાં કામ કરતા નાના બાળક શાહઝેબ રાતોરાત લખપતિ બની ગયો છે. શાહઝેબ કોઈ મોબાઈલ ગેમ રમીને લાખોપતિ નથી બન્યો ન તો તેણે કોઈ જમીનમાં દાંટેલો ખજાનો મળ્યો છે. પણ સહારનપુરના એક પરિવારને ખોવાયેલો વારસ મળ્યો, જેના નામ પર લાખો કરોડ રૂપિયાની સંપત્તિ હતી.
કલિયર શરીફ દરગાહ નજીક કેટલાય વર્ષોથી પેટનો ખાડો પુરવા માટે શાહઝેબ લોકોના એઠા વાણસ સાફ કરી રહ્યો હતો. શાહઝેબના પિતા અને તેની માતા બંનેના મોત થઈ ગયા છે. માતા-પિતા વગર શાહઝેબની સામે જિંદગીમાં અનેક પડકારો હતો. જો કે, શાહઝેબ તેનાથી ડરીને પણ હિમ્મતથી કામ લીધું.
મા-બાપ થયા અલગ
આ કહાની સહારનપુરના પોલીસ સ્ટેશન નાગલના ગામ પંડોલીની છે. પંડોલી ગામના રહેવાસી નાવેદ નામના યુવકના લગ્ન યમુનાનગરની રહેવાસી ઈમરાના સાથે થયા હતા. નાવેદ અને ઈમરાનાના લગ્ન થયા બાદ શાહઝેબ તેમની જિંદગીમાં આવ્યો. પારિવારીક નારાજગીના કારણે ઈમરાના પોતાના પતિ નાવેદ અને તેના ઘરેથી નારાજ થઈને પોતાની માતા પાસે જતી રહી.
શાહઝેબ થઈ ગયો અનાથ
નાવેદની પત્ની ઈમરાનાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ ઈમરાના માની નહીં અને તે પોતાના બાળકો શાહઝેબને લઈને કલિયર શરીફ આવી ગઈ. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ઈમરાનાની ઘણી શોધ કરી પણ તે ન મળી. થોડા દિવસો બાદ નાવેદનું નિધન થયું. તો ઈમરાના પણ કોરોના કાળમાં મોત પામી. શાહઝેબના માથેથી માતા-પિતાનો ઓછાયો દૂર થઈ ગયો. તેમ છતાં પણ શાહઝેબે હિમ્મત હારી નહીં.
જાણકારી અનુસાર, શાહઝેબ પોતાનું પેટ ભરવા માટે લોકોના એઠા વાસણો સાફ કરતો, તો વળી ક્યારેક કલિયર શરીફ આવતા લોકોની સેવા કરતો અને તેના બદલામાં તેને થોડા પૈસા મળી જતાં, જેનાથી તે બે ટંકનું ભોજન ખાઈ શકતો હતો.
પૌત્ર અને માતાની શોધ
શાહઝેબના દાદાએ પોતાના પૌત્ર અને તેની માતાને શોધ માટે ઘણા પ્રયત્નો કર્યા, શાહઝેબના દાદાની મહેનત તે સમયે રંગ લાવી, જ્યારે તેમના એક સંબંધી કલિયર શરીફ ગયા. તેમના સંબંધીઓએ અમુક દુકાનદારોને અહીં શાહઝેબનો ફોટો બતાવ્યો. ફોટો શાહઝેબના બાળપણનો હતો, એટલા માટે ઓળખવો ખૂબ અઘરુ હતું. પણ જેવો શાહઝેબ ફરતો તેમની સામે આવ્યો કે, સંબંધીઓ તેની ઓળખી ગયા હતા.
ઘરે પહોંચ્યો તો, હેરાન રહી ગયો
શાહઝેબના દાદાના સંબંધીઓએ તે મળ્યો હોવાની વિગતો ઘરે આપી, બધાએ આમ તેમ ફોન કરવા લાગ્યા. બાદમાં શાહઝેબને લેવા માટે કલિયર પહોંચી ગયા. શાહઝેબ જ્યારે ઘરે પહોંચ્યો તો, ખબર પડી કે, તે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે. આવી રીતે એક સમયે પેટ ભરવા માટે લોકોના એઠા વાસણ સાફ કરતો આ બાળક ઘરે પહોંચ્યો તો, કરોડોની સંપત્તીનો માલિક નીકળ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર