ઉત્તરાખંડ: અલ્મોડામાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોનાં મોત

News18 Gujarati
Updated: March 13, 2018, 2:47 PM IST
ઉત્તરાખંડ: અલ્મોડામાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોનાં મોત
News18 Gujarati
Updated: March 13, 2018, 2:47 PM IST
ઉત્તરાખંડ: અલ્મોડા સ્થિત સલ્ટમાં ટોટમ પાસે જીએમઓયૂની બસ એક ઉંડી ખીણમાં પડી ગઈ. જે ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. જણવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળ પર જ 12 લોકોનાં મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઘાયલ 12 લોકોને રામનગર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકોને હાયર સેન્ટર હલ્દ્વાનીમાં રેફર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ બસમાં 25 જેટલા લોકો સવાર હતા. અને હાલ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. આ બસ ટોટામ પાસે રામનગર અલમોડા રોડ પર આવેલી ઉંડી ખીણમાં ખાબકી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને એસડીઆરએફની ટીમને થતા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. હાલ તો પોલીસની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ દેઘાટથી રામનગર તરફ જઈ રહી છે. અને આ ઘટના ત્યારે બની કે જ્યારે આ બસ રામનગરથી 60 કિલોમીટર દુર હતી. આ ઘટના સવારે પોણા નવ વાગ્યા આસપાસ બની હતી.
Loading...
CMએ વ્યક્ત કર્યો શોક
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અલ્મોડામાં બનેલી દુર્ઘના પર શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુખની ઘડીમાં ધેર્ય પ્રદાન કરે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી છે.મૃતકોના નામ:

 1. હરીશ (38 વર્ષ),અલ્મોડા

 2. ચંદન સિંહ ,અલ્મોડા

 3. દિલીપ સિંહ, અલ્મોડા

 4. દેવી દત્તનો, અલ્મોડા

 5. કલ્વતિ ચાંદ, અલ્મોડા

 6. મોનિકા બંગારી, અલ્મોડા

 7. ચંદ્રા દેવીના, એમોમોર

 8. ગોપાલ રામ, અલ્મોડા

 9. ઉત્કર્ષ બાંગરી, અલ્મોડા

 10. મહેન્દ્રસિંહ, અલ્મોડા
  ત્રણ મૃતકોના નામ જાણવા મળ્યા નથી

First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर