Home /News /national-international /

ચૂંટણી પહેલા વધુ એક સાથી પક્ષે ભાજપ સાથે છેડો ફાડ્યો

ચૂંટણી પહેલા વધુ એક સાથી પક્ષે ભાજપ સાથે છેડો ફાડ્યો

સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગાના પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે

સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગાના પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. કેમ કે, એક પછી એક તેના સાથી પક્ષો છેડો ફાડી રહ્યા છે. આજે સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગાના પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આસામમાં ચાલી રહેલા સિટીઝનશીપ બિલ મામલે આસામ ગાના પરીષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

    આસામનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લા મહંતાએ કહ્યું કે, તેમની પાર્ટી ભાજપ સાથે કેટલા મહત્વનાં મુદ્દાઓ પર મતભેદનાં કારણે છેડો ફાડે છે. અમે ભાજપ સાથે આસામ અકોર્ડ મામલે સમજણ સાથે ગઠબંધન કર્યુ હતુ. પણ નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં સિટીઝનશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2016 રજૂ કરીને અમારી સાથે થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે.”

    આસામ ગાના પરીષદનાં પ્રમુખે આ પહેલા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી અને તેમના મતભેદ વિશે વાત કરી હતી.

    આસામમાં 126 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષો પાસે 86 બેઠકો છે. જેમાં 60 બેઠકો ભાજપ પાસે છે. 14 બેઠકો આસામ ગાના પરીષદ પાસે છે. આસામ ગાના પરીષદે છેડો ફાડવાથી આસામમાં ભાજપની સરકારને કોઇ ખતરો ઉભો થતો નથી. પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આસામનાં કેટલા ભાગોમાં તેની અસર ઉભી થઇ શકે છે.

    આ પહેલા,કોંગ્રેસનાં નેતા અને સાંસદ શશી થરુરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભાજપ એ હવે ડુબતુ જહાજ છે એટલા માટે તેના સાથી પક્ષો તેને તરછોડીને ભાગી રહ્યા છે. આ એક મહત્વની નિશાની છે.

    શશી થરુરે ભારતીય જનતા પાર્ટી પર ચાબખા મારતા કહ્યું કે, ભાજપને એ ભાન થવુ જોઇએ કે, જો તેના સાથી પક્ષો જ તેનાથી નારાજ હોય તો આખા દેશની જનતા તેનાથી કેટલી નારાજ હશે ?

    તેમણે વધુમાં જણાવ્યું કે, એનડીએનાં સાથી પક્ષોમાં ખુબ જ નારાજગી છે. કેમ કે, એ તમામને એવુ લાગે છે કે, સરકારમાં માત્ર એક જ વ્યક્તિ (નરેન્દ્ર મોદી સમજવું)નું ચાલે છે. વન મેન શો ચાલે છે. આથી ભાજપનાં સાથી પક્ષો તેને છોડી રહ્યા છે. કેમ કે,ભાજપ એ ડુબતુ જહાજ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AGP, Citizenship Bill, Walks Out, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन