કોંગ્રેસ અને AAPમાં ન થયું ગઠબંધન, હરિયાણામાં કેજરીવાલે JJPને આપ્યો ટેકો

News18 Gujarati
Updated: April 18, 2019, 7:16 AM IST
કોંગ્રેસ અને AAPમાં ન થયું ગઠબંધન, હરિયાણામાં કેજરીવાલે JJPને આપ્યો ટેકો

  • Share this:
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી ગઠબંધનની સંભાવના પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. કોંગ્રેસ અને આપ દિલ્હી અને હરિયાણામાં અલગ અલગ ચૂંટણી લડશે. જો કે હરિયાણામાં આમ આદમી પાર્ટી અને જેજેપી સાથે મળી લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટી લાંબા સમયથી સંપર્કમાં હતી. આ સંબંધમાં કોંગ્રેસ સાથે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા જ ટ્વીટર પર સ્પષ્ટ લખ્યું કે કેજરીવાલે ગઠબંધનથી યૂ-ટર્ન લઇ લીધો છે. તો કેજરીવાલે પણ આ ટ્વીટનો પલટવાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બુધવારે કહ્યું હતું કે ભાજપને રોકવા માટે અમે કોંગ્રેસની સાથે ગઠબંધન માટે તૈયાર હતા પરંતુ કોંગ્રેસ કોઇ રસ દાખવ્યો નથી. એ દુખની વાત છે કે ઘણા પ્રયાસો બાદ પણ કોંગ્રેસ કોઇપણ સ્તરે સમજૂતી માટે તૈયાર નથી.

રાહુલ ગાંધીના આ ટ્વીટનો જવાબ આપ નેતા ગોપાલ રાયે પણ આપ્યો હતો. તેઓનું કહેવું હતું કે રાહુલ ગાંધી કેમ ઇચ્છે છે કે ભાજપ માત્ર દિલ્હીમાં જ હારે ? રાહુલ ગાંધી હરિયાણા અને પંજાબમાં કેમ ગઠબંધન નથી કરી રહ્યાં ?
First published: April 17, 2019, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading