Home /News /national-international /શું જાસૂસ તો નથી ને? એરફોર્સ સ્ટેશનનો Photos-Video લઈ રહ્યો હતો પાયલોટ, એરફોર્સે પકડ્યો
શું જાસૂસ તો નથી ને? એરફોર્સ સ્ટેશનનો Photos-Video લઈ રહ્યો હતો પાયલોટ, એરફોર્સે પકડ્યો
શું જાસૂસ તો નથી ને?
Alliance Air Pilot detained: એરફોર્સના કર્મચારીઓએ આરોપી પાઇલટની થોડા કલાકો સુધી અટકાયત કરી હતી. તે કથિત રીતે એરફોર્સ સ્ટેશનની તસવીરો અને વીડિયો લઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પાયલટની પણ પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેની માહિતી સામે આવી નથી. આ દરમિયાન, એરલાઇન કંપની એલાયન્સ એર દ્વારા એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, આરોપી પાઇલટને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના (Indian Airforce) જવાનોએ એક પાઇલટને પકડ્યો છે (Alliance Air Pilot detained), જેના પછી સવાલ એ ઉઠશે કે શું તે જાસૂસી કરી રહ્યો હતો? આ ઘટના રાજસ્થાનની છે, જ્યાં ભારતીય વાયુસેનાના સુરક્ષાકર્મીઓએ ઉત્તરલાઈ એરફોર્સ સ્ટેશન પર એક પાયલટને પકડી લીધો હતો. એલાયન્સ એરનો આ પાયલોટ એરફોર્સ સ્ટેશનની તસવીરો અને વીડિયો લઈ રહ્યો હતો. જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એરફોર્સના જવાનોએ આરોપી પાયલટને થોડા કલાકો સુધી અટકાયતમાં રાખ્યો હતો. તે કથિત રીતે એરફોર્સ સ્ટેશનની તસવીરો અને વીડિયો લઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પાયલટની પણ પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેની માહિતી સામે આવી નથી. આ દરમિયાન, એરલાઇન કંપની એલાયન્સ એર દ્વારા એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, આરોપી પાઇલટને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે.
A pilot of Alliance Air was detained for a few hours by the IAF after they found him taking photographs & videos of one of their stations. Port Blair Airport advises all its users to be more cautious while taking photographs, as the Airport is Navy Airfield: Port Blair Airport
એક સત્તાવાર નિવેદનમાં, એલાયન્સ એરએ કહ્યું છે કે, સુરક્ષા તેના માટે સર્વોપરી છે અને કંપની આવી ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લે છે. તપાસ ચાલુ રહે ત્યાં સુધી પાયલોટને ડી-રોસ્ટર કરવામાં આવ્યો છે. અમે ખાતરી આપીએ છીએ કે તમામ સુધારાત્મક પગલાં લેવામાં આવશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે ખાતરી આપીએ છીએ કે એલાયન્સ એર, એક એરલાઇન તરીકે, તમામ નિર્ધારિત નીતિઓ અને પ્રક્રિયાઓને અનુસરે છે. અમારા આદરણીય મહેમાનોને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર