ચોકીદારની ભરતીમાં મોટો ગોટાળો! CBIએ નોંધાવ્યો કેસ

FCIએ 10 એપ્રિલ 2017ના રોજ દિલ્હીમાં ચોકીદારોની નિયુક્તિ માટે એક પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કુલ 53 પદો માટે 1.08 લાખ લોકોએ અરજી કરી

FCIએ 10 એપ્રિલ 2017ના રોજ દિલ્હીમાં ચોકીદારોની નિયુક્તિ માટે એક પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કુલ 53 પદો માટે 1.08 લાખ લોકોએ અરજી કરી

 • Share this:
  કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ ભારતીય ખાદ્ય નિગમની દિલ્હી યૂનિટની ફરિયાદના આધાર પર ચોકીદારોની ભરતીમાં કથિત રીતે અનિનિયમીતતાનો કેસ નોંધાવ્યો છે. સીબીઆઈએ ચોકીદારના પદ માટે અયોગ્ય ઉમેદવારને પંસદ કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે.

  NDTVના એક સમાચાર અનુસાર, FCIએ 10 એપ્રિલ 2017ના રોજ દિલ્હીમાં ચોકીદારોની નિયુક્તિ માટે એક પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કુલ 53 પદો માટે 1.08 લાખ લોકોએ અરજી કરી. ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2018ના રોજ 98771 અરજીઓને રિટેન ટેસ્ટ આપાયું. આમાંથી 171ને પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવા અને પછી શારીરિક પરિક્ષણ બાદ 96 અરજીકર્તાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આમાંથી 53 પદો પર નિયુક્તિ કરી લેવામાં આવી છે.

  FCIએ ધોખાગડીની આશંકા વ્યક્ત કરતા CBI પાસે આ મામલે તપાસ કરાવવાની માંગ કરી છે. CBIને મોકલવામાં આવેલી ફરિયાદમાં એફસીઆઈએ કહ્યું કે, આ સાબિત કરવા માટે પુરાવા છે કે, કેટલાક લોકો ખોટી રીતે પરીક્ષામાં પાસ થઈ ગયા જ્યારે યોગ્ય ઉમેદવારોને મોકો પણ ના મળ્યો.

  રિપોર્ટ અનુસાર, મામલામાં સંબંધિત પ્રાઈવેટ ફર્મએ કેટલીએ સરકારી સંસ્થાઓ માટે કર્મચારીઓની ભરતી કરી છે. શરૂઆતી તપાસમાં એવું સામે આવ્યું કે, 96માંથી ઓછામાં ઓછા 14 ઉમેદવારની ભરતી ખોટી રીતે કરવામાં આવી છે. રિપોર્ટમાં સૂત્રના હવાલે કહેવામાં આવ્યું છે કે, આવી ગડબડી એફસીઆઈના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ થઈ હતી. અમે અન્ય ભરતીઓની જાણકારી ભેગી કરી રહ્યા છીએ. કાયદા પ્રમાણે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: