ટ્રમ્પનો ફેન છે ન્યૂઝીલેન્ડનો હુમલાખોર, ગોરા રંગને આપે છે મહત્વ

News18 Gujarati
Updated: March 15, 2019, 2:08 PM IST
ટ્રમ્પનો ફેન છે ન્યૂઝીલેન્ડનો હુમલાખોર, ગોરા રંગને આપે છે મહત્વ
બ્રિટિશ અખબાર ધ સન મુજબ, હુમલાખોરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગોરાઓની નવી ઓળખ અને સંયુક્ત ઉદ્દેશ્યના પ્રતીક ગણાવ્યા છે

બ્રિટિશ અખબાર ધ સન મુજબ, હુમલાખોરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગોરાઓની નવી ઓળખ અને સંયુક્ત ઉદ્દેશ્યના પ્રતીક ગણાવ્યા છે

  • Share this:
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની અલ નૂર મસ્જિદમાં શુક્રવારે એક બંધૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરી 49 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં 48થી વધુ લોકો ઘાયલ થયા છે. જે સમયે હુમલો થયો ત્યારે મસ્જિદ શ્રદ્ધાળુઓથી ભરેલું હતું. હુમલો થતાં જ ત્યાં દોડાદોડી થઈ ગઈ.

બ્રિટિશ મીડિયા મુજબ, ટન ટેરેન્ટ નામના 28 વર્ષીય યુવકે મસ્જિદ પર હુમલો કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. હુમલાખોરે આ હુમલા પહેલા એક ચોંકાવનારો મેનિફેસ્ટો ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ લખ્યો હતો. મેનિફેસ્ટોમાં તેણે આતંકી હુમલામાં યૂરોપિયન નાગરિકોના મૃત્યુનો બદલો લેવાની વાત કહી છે. તેની સાથે જ તેણે અપ્રવાસીઓને બહાર કાઢીને વ્હાઇટ સુપ્રીમસી કાયમ કરવાની વાત કહી છે.

બ્રિટિશ અખબાર 'ધ સન' મુજબ, હુમલાખોરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફેન છે. તે ટ્રમ્પને ગોરાઓની નવી ઓળખ અને સંયુક્ત ઉદ્દેશ્યના પ્રતીક માને છે. સાથોસાથ હુમલાખોરે વ્હાઇટ સુપ્રીમસીની ધૂન પણ છે.

આ પણ વાંચો, 28 વર્ષીય હુમલાખોરે ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં આ રીતે વર્તાવ્યો કહેર, 17 મિનિટ FB લાઇવ કર્યું

હુમલો કરતાં પહેલા તેણે લખ્યું કે, અટેક કરનારાઓને બતાવવું છે કે અમારી ભૂમિ ક્યારેય તેમની નહીં થાય. જ્યાં સુધી એક પણ ગોરો વ્યક્તિ રહેશે, તેઓ ક્યારેય જીતી નહીં શકે.

મેનિફેસ્ટોમાં હુમલાખોરે પોતાને સાધારણ ગોરો ગણાવ્યો છે. તેનું કહેવું છે કે તેના માતા-પિતા બ્રિટિશ મૂળના છે. તેણે ગોરા લોકોની સંખ્યા વધારવાની વાત કહી છે. તેનું કહેવું છે કે અમારો ફર્ટિલિટી રેટ ઓછો છે, જ્યારે બહારથી આવેલા અપ્રવાસીઓની ફર્ટિલિટી વધુ છે. એક દિવસ તે ગોરાઓથી તેમની જમીન છીનવી લેશે.આ પણ જુઓ, ન્યૂઝીલેન્ડમાં મસ્જિદ પર હુમલાની ભયાનક તસવીરો : હુમલાખોરે લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું
First published: March 15, 2019, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading