ક્લસ્ટર બોમ્‍બ પર ભારતીય સેનાએ પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કર્યો

News18 Gujarati
Updated: August 4, 2019, 8:49 AM IST
ક્લસ્ટર બોમ્‍બ પર ભારતીય સેનાએ પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કર્યો
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત પર ક્લસ્ટર બોમ્બ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો

  • Share this:
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે સામાન્ય લોકો પર ક્લસ્ટર બોમ્બથી હુમલા સાથે જોડાયેલા પાકિસ્તાનના આરોપોને 'જૂઠ અને છળ' કરાર કર્યુ છે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને ત્યાંના સૈન્ય પ્રવક્તા આસિફ ગફૂરે ભારતીય સેના પર નિયંત્રણ રેખાની પાસે રહેનારા લોકોને નિશાન બનાવતાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની પર સેનાના જન સૂચના એડિશિનલ મહાનિદેશક (એડીજીપીઆઈ)ની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી. એડીજીપીઆઈએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે ભારત દ્વારા ક્લસ્ટર બોમ્બ ફેંકવાનો આરોપ પાકિસ્તાનનું 'જૂઠ, છેતરપિંડી અને છળ છે.'

સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સેના નિયમિત રીતે ઘૂસણખોરી દ્વારા હથિયારોની સાથે આતંકવાદીઓને ઘૂસાડવાનો પ્રયાસ કરે છે. ભારતે સૈન્ય અભિયાનના નિયામક (ડીજીએમઓ) સ્તરની અનેક વાતચીત દરમિયાન જવાબ આપવાના અધિકાર વિશે જણાવ્યું છે.

આ પહેલા, કુરૈશીએ એક ટ્વિટમાં ભારતીય સુરક્ષા દળો પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા. તેઓએ કેટલીક તસવીરોનો કોલાજ પણ પોસ્ટ કર્યો, જેમાં વિસ્ફોટ અને પાટા બાંધેલા નાના બાળકો પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો, ભારતીય સેનાને મળી મોટી સફળતા, LOC પર 7 આતંકવાદીઓને ઠાર કર્યા

સેનાના સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિસ્ફોટની તસવીરો મોર્ટાર ફાયરિંગની હતી, ક્લસ્ટર બોમ્બના વિસ્ફોટ નહોતા કર્યો.

આ પણ વાંચો, ભારતીય સેનાની કાર્યવાહી, POKમાં 30 Km અંદર આતંકી ઠેકાણા કર્યા નષ્ટ: સૂત્ર
First published: August 4, 2019
વધુ વાંચો
अगली ख़बर