Home /News /national-international /

મહિલા કર્મચારીનો આરોપ- ટાઈટ જીન્સ અને ટીશર્ટમાં બોલાવે છે પંચાયત અધિકારી

મહિલા કર્મચારીનો આરોપ- ટાઈટ જીન્સ અને ટીશર્ટમાં બોલાવે છે પંચાયત અધિકારી

પ્રતિકાત્મક તસવીર

Bihar Crime News: મહિલા કર્મચારીનો આરોપ છે કે આરોપી અધિકારીઓ તેને ટાઈટ જીન્સ અને ટી-શર્ટ (Tight jeans and a t-shirt) પહેરીને ઓફિસ બોલાવે છે.

    ગયાઃ બિહારના (Bihar) ગયા જિલ્લામાં સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પંચાયતી રાજ (Panchayati raj) વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીએ જિલ્લા પંચાયત રાજ અધિકારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલા કર્મચારીનો આરોપ છે કે આરોપી અધિકારીઓ તેને ટાઈટ જીન્સ અને ટી-શર્ટ (Tight jeans and a t-shirt) પહેરીને ઓફિસ બોલાવે છે.

    કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ આ કેસમાં નામ બદલીને મુખ્યમંત્રીને આ વિશે ફરિયાદ કરી છે. આ સાથે જ જિલ્લા પંચાયત અધિકારીએ મહિલાના જાતીય શોષણના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કલેક્ટરે આ સંપૂર્ણ મામલે તપાસ માટે કમિટીની રચના કરી છે. તપાસ કમિટીને 48 કલાકમાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

    મળતી માહિતી મુજબ, પંચાયતી રાજ વિભાગમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ પોતાના જ વિભાગના એક વરિષ્ઠ અધિકારી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. મહિલા કર્મચારીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને આવેદન આપીને આ અંગે ફરિયાદ પણ કરી છે.

    ગયા કલેક્ટર કચેરીમાં પંચાયતી રાજ વિભાગની ઓફિસ છે. મહિલા કર્મચારીએ પંચાયતી રાજ અધિકારી રાજીવ કુમાર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આક્ષેપ બાદ જિલ્લા કલેકટરે નાયબ વિકાસ કમિશનર સુમન કુમારની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરી છે. તપાસ સમિતિમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, લેબર સુપરિન્ટેન્ડેન્ટ ઉપરાંત કેટલીક અન્ય મહિલા અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ આરોપી પંચાયતી રાજ અધિકારી રાજીવ કુમારે કહ્યું કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે, જે મહિલાએ તેના પર આરોપ લગાવ્યો છે તે નામની મહિલા કર્મચારી તેના વિભાગમાં જ નથી.

    ગંભીર આરોપ
    જિલ્લા પંચાયત રાજ અધિકારીની ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી પીડિત મહિલા કર્મચારીએ જિલ્લા પંચાયત રાજ અધિકારી રાજીવ કુમાર પર તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાની છેડતીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ મુખ્યમંત્રીને કરેલી અપીલમાં કહ્યું છે કે, આરોપી અધિકારીઓ તેને હંમેશા પોતાની કાળા કાચની ચેમ્બરમાં બોલાવે છે અને સામેની ખુરશી પર બેસાડે છે.

    આ પણ વાંચોઃ-Suicide: અમદાવાદઃ પત્ની સાથેની પાળીમાં નોકરી માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને આપ્યો ત્રાસ, પ્રિન્સિપાલની આત્મહત્યા

    આ સાથે જ ધમકી આપે છે કે, તેઓ તેને રાખી પણ શકે છે અને પળવારમાં તેને કાઢી પણ શકે છે. પીડિતાએ પોતાની અરજીમાં લખ્યું છે કે, જિલ્લા પંચાયતના અધિકારીઓ ટાઈટ જીન્સ અને ટી-શર્ટ પહેરીને આવવાનું કહે છે.

    આ પણ વાંચોઃ-Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ

    48 કલાકમાં માંગવામાં આવ્યો રિપોર્ટ
    ડીએમ ડો. થિયાગરાજન એસએમએ તપાસના આદેશ આપ્યા છે. તેમજ તપાસ ટીમ પાસેથી 48 કલાકમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતી રાજ અધિકારી રાજીવ કુમારનું કહેવું છે કે, પીડિતાના નામે કોઈ કર્મચારી તેમની ઓફિસમાં કામ કરતી નથી. આ પ્રકારનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે અને અમને ફસાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ પોતાનું નામ બદલીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તપાસ બાદ જ આ બાબત પરથી પડદો હટશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Bihar News, Crime news

    આગામી સમાચાર