અમેઠીમાં રાહુલના નોમિનેશનમાં ગડબડનો દાવો, ઉમેદવારી રદ કરવાની માંગ

News18 Gujarati
Updated: April 20, 2019, 4:16 PM IST
અમેઠીમાં રાહુલના નોમિનેશનમાં ગડબડનો દાવો, ઉમેદવારી રદ કરવાની માંગ
નોમિનેશન કરતાં રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશની અમેઠી સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નોમિનેશન પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે

  • Share this:
ઉત્તર પ્રદેશની અમેઠી સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નોમિનેશન પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. અમેઠી કલેક્ટ્રેટમાં ઉમેદવારી પત્રોની તપાસના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવાર ધ્રુવલાલ અને બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અફજાલ વારિસે રાહુલ ગાંધીના નોમિનેશન પર વાંધો વ્યક્ત કર્યો છે. તેઓએ આ ગડબડનો દાવો કરતાં રાહુલ ગાંધીનું નોમિનેશન રદ કરવાની માંગ પણ કરી છે.

અપક્ષ ઉમેદવાર ધ્રુવલાલના વકીલનો આરોપ છે કે રાહુલ ગાંધીએ એક કંપની રજિસ્ટર્ડ કરાવતી વખતે પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યા હતા, તેથી તેઓ ભારતીય નાગરિક નથી. તેમનો દાવો છે કે રાહુલે ખોટા દસ્તાવેજ આપ્યા છે. સાથોસાથ ચૂંટણી અધિકારીને અંધારામાં રાખ્યા છે.

અફજાલ વારિસનો આરોપ છે કે રાહુલ ગાંધીએ નોમિનેશન દરમિયાન જે સ્ટેમ્પ લગાવ્યો છે તે દિલ્હીનો છે, જ્યારે તેમને અમેઠીનો સ્ટેમ્પ લગાવવો જોઈતો હતો. એટલું જ નહીં અપક્ષ ઉમેદવારે શૈક્ષણિક યોગ્યતામાં હેરફેર અને શપથ પત્રમાં ફ્લોટિંગ પ્રોપર્ટીની વિગત ન આપવાનો આરોપ લગાવતાં રાહુલ ગાંધીના નોમિનેશનને રદ કરવાની અપીલ કરી છે.આ પણ વાંચો, રાહુલ ગાંધીએ બિહારમાં કહ્યું, 'અમારી સરકારમાં થશે ન્યાય, ખેડૂતો માટે આપીશું અલગ કૃષિ બજેટ'

બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારના વકીલનું કહેવું હતું કે રાહુલ ગાંધીએ પોતાની એફિડેવિટમાં જે સ્ટેમ્પ લગાવ્યો છે તે દિલ્હીનો છે જ્યારે તેમને અમેઠીનો સ્ટેમ્પ લગાવવો જોઈતો હતો. રાહુલ ગાંધીએ પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે પણ પૂરી જાણકારી નથી આપી, વે અમેઠીની જનતા અને દેશની સાથે છેતરપિંડી છે. રાહુલની એફિડેવિટમાં જે ફ્લોટિંગ પ્રોપર્ટીની કોલમ છે, તેને પણ ખાલી છોડવામાં આવી છે.
First published: April 20, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading