હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે બીમાર વૃદ્ધ મહિલાને બર્બરતાપૂર્વક મારી, Video Viral થતા FIR થઇ દાખલ

News18 Gujarati
Updated: August 8, 2020, 12:03 PM IST
હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે બીમાર વૃદ્ધ મહિલાને બર્બરતાપૂર્વક મારી, Video Viral થતા FIR થઇ દાખલ
હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે બર્બરતા પૂર્વક મહિલાને માર્યો માર

સિક્યોરિટી ગાર્ડ વુદ્ધ મહિલાને પોતાના શૂઝથી મારવાનું શરૂ કર્યું.

  • Share this:
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj)માં માનવતાને શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં સ્વરૂપ રાણી હોસ્પિટલ (SRN Hospital)માં હાજર એક સિક્યોરિટી ગાર્ડે (Security Guard)ની હેવાનિયતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ગાર્ડે એક વૃદ્ધ મહિલાને બર્બરતાથી લાત મારતો નજરે પડે છે. વુદ્ધ મહિલાની હાલત ગંભીર છે અને તેને યોગ્ય ઉપચાર નથી મળી રહ્યો.

આ ઘટના ગુરુવાર રાત્રે 10 વાગ્યાની આસપાસની હોવાની જાણકારી મળી છે. પોલીસ સ્ટેશનથી પાસે આવેલી હોસ્પિટલમાં આ ઘટના થઇ હતી. ગાર્ડની બર્બરતા જોઇને ઘટના સ્થળે હાજર એક જૂનિયર ડૉક્ટરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં નાંખ્યા. જે પછી તે વાયરલ થઇ ગયો. જાણકારી મુજબ સ્વરૂપરાણી ટ્રોમા સેન્ટરના ગેટ પર ઇલાજ માટે આ વુદ્ધ મહિલા બેઠી હતી. જો કે વીડિયો વાયરલ થયા પછી હોસ્પિટલ પ્રશાસન હોશમાં આવ્યું અને તેણે કાર્યવાહીના ભાગરૂપે સિક્યોરિટી ગાર્ડને હોસ્પિટલમાંથી નીકાળી દીધો. ત્યાં બીજી તરફ આરોપી સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પણ હવે એફઆઇઆર દાખલ થઇ છે.


આ હોસ્પિટલ કોવિડ દર્દીઓ માટે લેવલ થ્રીની હોસ્પિટલ હતી. ગુરુવારે પોતાને લાગેલી ઇજાની સારવાર માટે વુદ્ઘ મહિલા હોસ્પિટલમાં આવી હતી. આ વુદ્ધ મહિલા એકલી હતી અને તેની માનસિક સ્થિતિ પણ ઠીક નહતી. તે વારંવાર દુખાવા કારણે હોસ્પિટલ આગળ સારવાર કરવાની માંગણી કરી રહી હતી.

વધુ વાંચો : RBIએ લીધા 5 મોટા નિર્ણય! ગ્રાહકો માટે ચેક, કેશ અને લૉનને લઇને નિયમ બદલાયા

હોસ્પિટલના ટ્રૉમા સેન્ટરમાં નોન કોવિડ દર્દીઓની પણ સારવાર ચાલે છે. પણ આ મહિલાની વાત કોઇએ સાંભળી નહીં. અને આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ તેને પોતાના શૂઝથી મારવાનું શરૂ કર્યું. આ મામલે ગાર્ડની હેવાનિયત પાછળથી વીડિયોમાં કેદ થઇ હતી. સાથે જ પરિસ્થિતિ વિવાદાસ્પદ બનતા વુદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલના નિર્દેશક ડૉ.એસપી સિંહે જણાવ્યું છે કે સિક્યોરિટી ગાર્ડને હોસ્પિટલમાંથી નીકાળવામાં આવ્યો છે.
Published by: Chaitali Shukla
First published: August 8, 2020, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading