Home /News /national-international /કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

માનવતાની મહેકઃ અનાથ લોકોની અર્થને કાંધ આપીને ફૈજુલ તેમના અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા છે

માનવતાની મહેકઃ અનાથ લોકોની અર્થને કાંધ આપીને ફૈજુલ તેમના અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા છે

    સર્વેશ દુબે, પ્રયાગરાજ. કોરોના વાયરસથી ફેલાયેલી વૈશ્વિક મહામારી (Corona Pandemic)ના મુશ્કેલ સમયમાં જ્યાં લોકો પોતાના સ્વજનોની પણ મદદ કરતાં ડરી રહ્યા છે. બીજી તરફ સંગમ નગરી પ્રયાગરાજ (Prayagraj)માં એક વ્યક્તિ એવી છે જે મુશ્કેલીમાં મૂકાયેલા અને જરૂરિયાત વાળા લોકોની મદદ કરી તેમના માટે મસીહા સાબિત થઈ રહ્યા છે. રમજાન (Ramzan)ના પાક મહિનામાં તેઓ રોજા પણ નથી રાખતા. ફૈજુલ નામની આ વ્યક્તિ કોરોનાના મુશ્કેલ સમયમાં ગરીબો અને બીજા જરૂરિયાત વાળા લોકોને મફતમાં શબ વાહિની પૂરી પાડે છે, આ ઉપરાંત અનાથ લોકોની અર્થને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા છે. જોકે, ફૈજુલ પોતે ગરીબ પરિવારમાંથી આવે છે. તેમ છતાંય તે મફતમાં લોકોને શબ વાહિની પૂરી પાડીને તમામ સક્ષમ લોકો અને સિસ્ટમને અરીસો દર્શાવવાનું કામ કરી રહ્યા છે.

    પ્રયાગરાજના અતરસુઇયા વિસ્તારના રહેવાસી ફૈજુલ આમ તો ગરીબના મૃતદેહોને મફતમાં વાહન પૂરું પાડવાનું કામ છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે, પરંતુ કોરોનાના મુશ્કેલ સમયમાં તેમનો તમામ સમય જરૂરિયાત વાળા લોકોની મદદમાં જ પસાર થઈ જાય છે. જ્યાંથી પણ ફોન આવે છે, તેઓ પોતાનું વાહન લઈને દોડી પડે છે. ક્યારેય કોઈની પાસે પૈસા નથી માંગતા. જો કોઈ પોતાની મરજીથી કંઈ આપે છે તો તેને ડ્રાઇવરનો પગાર અને વાહનના મેન્ટેનન્સના ખર્ચમાં વાપરે છે.

    આ પણ જુઓ, VIRAL: PPE કિટ પહેરીને વર-વધૂએ લીધા સાત ફેરા, તમે પણ જોઈ લો તસવીરો

    રોજ પાંચ નમાઝ પઢનારા ફૈજુલે આ વર્ષે નથી રાખ્યા રોજા

    ફૈજુલ આમ તો ખૂબ જ ધાર્મિક છે અને તેઓ પાંચ સમયની નમાઝ પઢે છે, પરંતુ આ વખતે રમઝાનના મહિનામાં પણ તેઓ રોજા નથી રાખી રહ્યા. તેમનું કહેવું છે કે તેમના કામમાં કોઈ પ્રકારની અડચણ ન આવે તે માટે આ વખતે અલ્લાહની માફી માંગીને રોજા નથી રાખ્યા. ફૈજુલે મૃતદેહોને મફતમાં અંતિમધામ સુધી પહોંચવાના કામને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો છે. પોતાના આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે તેમણે લગ્ન પણ નથી કર્યા. તેમનું કહેવું છે કે દુનિયાદારીમાં પડવાના કારણે તેમના કામમાં અડચણ ન ઊભી થાય, તેના માટે તેઓએ લગ્ન નથી કર્યા. પહેલા તેઓ મૃતદેહોને ટ્રોલીમાં રાખીને એકથી બીજા સ્થળે પહોંચાડતા હતા, પરંતુ બાદમાં થોડાક પૈસા એકત્ર કરી અને સાથોસાથ જ કેટલીક સંસ્થાઓની મદદ લઈને તેઓએ એક વાહન ખરીદી લીધું છે.

    આ પણ વાંચો, PM મોદી સાથે ચર્ચા બાદ બાઇડને કહ્યુ- ભારત અમારા માટે ઊભું હતું અને અમે તેના માટે ઊભા રહીશું

    સેવા ભાવથી તમામ લોકો પ્રભાવિત

    બીજી તરફ, ફૈજુલને ઓળખતા લોકો પણ તેમના સેવાકાર્યને જોઈને ખૂબ પ્રભાવિત છે. ફૈજુલને ઓળખતા લોકો જણાવે છે કે કેવી રીતે કોરોના કાળમાં અનેક લોકો આપત્તિને અવસર તરીકે લઈ રહ્યા છે. દવાઓથી લઈને ઓક્સિજનમાં કાળાબજારી કરી રહ્યા છે. બીજી તરફ ફૈજુલ લોકોના મદદગારના રૂપમાં મસીહા બનીને મદદ કરવા પહોંચી રહ્યા છે. મહામારીના આ સમયમાં લોકોને પોતાના સગા-સંબંધીઓના મોત બાદ શબ વાહિની માટે અનેક કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. પરંતુ ફૈજુલને જેવી અંતિમ સંસ્કાર માટે વાહનની જરૂરિયાતનો ફોન આવે છે તો તે પોતાનું વાહન લઈને દોડી પડે છે. પોતાના કામની આગળ ફૈજુલને ભૂખ અને તરસ પણ મહત્ત્વના નથી લાગતા.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો