રસ્તા વચ્ચે પ્રેમિકાની હત્યા કરી યુવકે પોતાના લમણે મારી ગોળી, બંનેના મોતથી ચકચાર

યુવતીની હત્યા કરી યુવકે પોતાને પણ મારી દીધી ગોળી.

કોઈ વાતે ઝઘડો થતાં યુવકે બજાર વચ્ચે જ યુવતીના માથા પર ગોળી મારી દીધી, લોકો કંઈ સમજે તે પહેલાં પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી દીધી

 • Share this:
  સર્વેશ દુબે, પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj) જિલ્લાના ઝૂંસી પોલીસ સ્ટેશનના હવેલિયા વિસ્તારમાં ધોળાદિવસે યુવકે રસ્તા વચ્ચે એક યુવતીની ગોળી મારી હત્યા કરી દીધી. આ દરમિયાન યુવકે પણ પોતાને પણ ગોળી મારી દીધી. જાહેરમાં બનેલી આ ઘટનાથી દોડાદોડી થઈ ગઈ. બજાર વચ્ચે થયેલી આ ઘટના બાદ ઘટનાસ્થળે હજારોની ભીડ એકત્ર થઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કામગીરી હાથ કરી. પોલીસે યુવકની લાશ પાસેથી જ તમંચો જપ્ત કરી દીધો. જ્યારે યુવતીની ઓળખ એક એડવોકેટની દીકરી તરીકે થઈ છે.

  બજાર વચ્ચે બનેલી આ ઘટનાથી લોકો ચોંકી ગયા

  મળતી જાણકારી મુજબ, બપોરે ઝૂંસીના હવેલિયા વિસ્તારમાં બજારમાં ભારે ભીડ હતી. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. અચાનક રસ્તા વચ્ચે ગોળી છૂટવાના અવાજથી અફરા તરફી મચી થઈ. એક પછી એક બે ગોળીઓ છૂટી. લોકોએ જોયું તો રસ્તા પર એક યુવતી તડફડી રહી હતી. તો થોડે દૂબ એક યુવકે પોતાના લમણે તમંચાથી ગોળી મારી દીધી. એક પછી એક બે લોકોના મોતથી અફરા તફરી મચી ગઈ. હત્યાની વાત આગની જેમ ફેલાઈ ગઈ. હૃદય કંપાવતી આ ઘટના બાદ ઘટનાસ્થળે હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. કોઈ પોલીસ તો કોઈ એમ્બ્યુલન્સને બોલાવવાના પ્રયાસમાં લાગી ગયું. પરંતુ બંનેના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

  બંને અલગ-અલગ સંપ્રદાયના હતા

  મળતી માહિતી મુજબ, બંને અલગ-અલગ સંપ્રદાયના હતા. જેને લઈને પોલીસ પ્રશાસન પણ સતર્ક છે. મૃતક યુવતીનું નામ સૌમ્યા જ્યારે યુવકનું નામ શાનૂ હોવાનું બહાર આવ્યું છે. ભીડમાં ઊભેલા લોકો મુજબ સૌમ્યા અને શાનૂ બંને વાતો કરતાં જઈ રહ્યા હતા, કોઈ વાતે બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. ઝઘડો એ હદે વધી ગયો કે યુવકે તમંચાથી યુવતીના માથા પર ગોળી મારી દીધ અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી દીધી. આસપાસના લોકો મુજબ બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા.

  પોલીસ તપાસમાં લાગી

  ઘટનાસ્થળે પહોંચેલા એએસપી સિદ્ધાર્થ અનિરુદ્ધ પંકજે કહ્યું કે યુવતીની ઓળખ થઈ ગઈ છે જ્યારે યુવક વિશે તપાસ કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી તમામ તથ્યોની તપાસ નહીં થઈ જાય ત્યાં સુધી કંઈ કહી નહીં શકાય. તેઓએ કહ્યું કે અમે દરેક એન્ગલ પર તપાસ કરી રહ્યા છીએ. યુવતી અને યુવક બંનેના ફોન નંબર પર કૉલ ડિટેલ્સ અને પોસ્ટમોર્ટમ રિર્પોટ બાદ જ અમે કંઈક કહી શકીશું. તેઓએ જણાવ્યું કે યુવતીના પિતા શહેરથી બહાર છે. બીજી તરફ યુવક વિશે તેઓએ જણાવ્યું કે તેમને કેટલીક જાણકારી મળી છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો,

  માનવભક્ષી કૂતરાઓએ પોલીસ લાઇનના રસોઈયાને બચકાં ભરીને મારી નાખ્યો!
  ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ઉજવી રહેલા પતિને પત્નીએ રંગે હાથે ઝડપ્યો, પછી જાહેરમાં થઈ જોવા જેવી
  Published by:Mrunal Bhojak
  First published: