સર્વેશ દુબે, પ્રયાગરાજઃ સંગમનગરી પ્રયાગરાજ (Prayagraj)ના ફૂલપુર (Phulpur) સ્થિત ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)માં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની. કંપનીના યૂરિયા ઉત્પાદન યૂનિટમાં અમોનિયા ગેસ લિકેજ (Ammonia Gas Leak)થી ઝપટમાં આવવાના કારણે બે અધિકારીઓના મોત થયા છે જ્યારે 15થી વધુ કર્મચારીઓની તબિયત બગડી ગઈ છે. તેમને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બીમાર કર્મચારીઓની સંખ્યા વધી શકે છે. આ દુર્ઘટનામાં આસિસ્ટન્ટ મેનેજર વીપી સિંહ તથા ડેપ્યૂટી મેનેજર અભયનંદનનું મોત થયું છે.
મંગળવાર મોડી રાત્રે 11:30 વાગ્યે બની ઘટના
મંગળવાર મોડી રાત્રે ફૂલપુર સ્થિત ઈફકોમાં અમોનિયા અને યૂરિયા નિર્માણના બે-બે યૂનિટમાં રોજની જેમ કામ ચાલી રહ્યું હતું. રાત્રે 10 વાગ્યાથી નાઇટ શિફ્ટમાં તૈનાત કર્મચારી પોતપોતાના કામમાં લાગેલા હતા. લગભગ 11:30 વાગ્યાની આસપાસ યૂરિયા ઉત્પાદન યૂનિટમાં અચાનક અમોનિયા ગેસ લિકેશ થવા લાગ્યો. અફરાતરફી મચી ગઈ. ત્યાં કામ કરી રહેલા કર્મચારી બહારની તરફ ભાગવા લાગ્યા, પરંતુ 15 લોકો ફસાઇ ગયા અને બેભાન થઈને પડી ગયા.
Two persons have died in a gas leakage at IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) plant in Phoolpur. A plant unit has been closed. The gas leakage has stopped now: Prayagraj DM Bhanu Chandra Goswami
પ્રયાગરાજના ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ એએનઆઈને જણાવ્યું કે, ઈફ્કોના ફૂલપુર પ્લાન્ટમાં થયેલી ગેસ લિકેજ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. પ્લાન્ટના આ યૂનિટને બંધ કરી દેવામાં આવ્યો છે. ગેસ લિકેજ ઉપર પણ કાબૂ મેળવી દેવામાં આવ્યો છે.
આ બે અધિકારીઓનાં થયા મોત
જ્યારે ગેસ લિકજની સૂચના અધિકારીઓ અને પોલીસને મળી તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. કોઈક રીતે ગેસ લિકેજની અસર નીચે આવેલા લોકોને ફેક્ટરીથી બહાર લાવીને શહેરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી આસિસ્ટન્ટ મેનેજર યૂરિયા વી.પી. સિંહ તથા ડેપ્યૂટી મેનેજર ઓફસાઇટ અભયનંદન કુમારની હાલત ખૂબ જ ગંભીર હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થોડાક કલાક બાદ બંનેના મોત થયાં હતા.