પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રગાયરાજ (Prayagraj)ના માંડા પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આંધી ગામ નિવાસી નંદલાલ યાદવના ઘરમાં આ હત્યાકાંડ થયો છે. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષ સામેલ છે. પોલીસ ફોરેન્સિક એક્સપર્ટ અને ડૉગ સ્ક્વોડની ટીમની મદદથી ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. આ ઘટનાને કોણે અને કેમ અંજામ આપ્યો છે તેનો ખુલાસો હજુ નથી થઈ શક્યો.
ઘટના બુધવાર રાતની છે. જ્યારે ગુરુવાર સવારે ગામ લોકોને તેની જાણકારી મળી તો ગામમાં સન્નાટો ફલાઈ ગયો. બીજી તરફ એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાથી ગામમાં ડરનો માહોલ છે. હાલ પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે. ઘટના પ્રયાગરાજના માંડા પોલીસ સ્ટેશનના આંધી ગામની છે. જ્યાં ગત રાત્રે યાદવ પરિવારના ત્રણ સભ્યો પર ધારદાર હથિયાર થી વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતકોમાં ઘરના મુખ્ય સભ્ય નંદલાલ યાદવ, છબીલા દેવી અને રાજ દુલારી સામેલ છે. હાલ પોલીસે કંઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
આ સામૂહિક હત્યાંકાંડની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ અને ડૉગ સ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનો હત્યાથી વિસ્તારમાં સન્નાટો છે. કોઈ પણ ગ્રામીણ કંઈ પણ કહેવાથી બચી રહ્યો છે. હાલ હત્યાનું કારણ અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.