મોટો ખુલાસો: PIની 15 વર્ષની દીકરીએ જ ભાઈને મારી દીધી 3 ગોળીઓ, પછી રચ્યું ઘરમાં લૂંટનું નાટક

મોટો ખુલાસો: PIની 15 વર્ષની દીકરીએ જ ભાઈને મારી દીધી 3 ગોળીઓ, પછી રચ્યું ઘરમાં લૂંટનું નાટક
પીઆઈની દીકરીએ જ ભાઈને મારી હતી ગોળી

હવે મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, આખરે પુરા ઘટનાક્રમ પાછળ અસલી કહાની શું છે. આખરે એવું શું બન્યું જેના કારણે એક નાની બહેને પોતાના સગા ભાઈની ગોળી મારી હત્યા કરવાની કોશિશ કરી?

 • Share this:
  પ્રયાગરાજ: સંબંધોને લાંછન લગાડતી ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. પરંતુ, આજે ઉત્તર પ્રદેશથી એક એવી ઘટના સામે આવી છે, જેનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. એક 15 વર્ષની તરૂણીએ જ પોતાના ભાઈને ગોળી મારી દઈ બચવા માટે લૂંટની કહાની બનાવી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સાંજે ઘરમાં અંદર ઘુસી યુવકને ગોળી મારી દેવાનો એક સનસનીખેજ મામલાનો પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આખરે ખૂલાસો કરી દીધો છે.

  આ ઘટનામાં ઘાયલ યુવક આજમગઢમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઈન્સપેક્ટર સભાજીત સિંહનો પુત્ર હતો, જેને તેની જ સગી નાની બહેને 3 ગોળી મારી હતી. 15 વર્ષિય સગીર તરૂણીએ ભાઈને 3 ગોળી માર્યા બાદ સજાથી બચવા માટે પિતાને ફોન કરી લૂંટની કહાની રચી અને ડ્રામા પણ કર્યો.  પોલીસને કહાનીમાં વિશ્વાસ ન બેઠો

  17 વર્ષિય ભાઈ સાથે નાની બહેનને કોઈ વાતે ઝગડો થતા નાની બહેને પિતાની લાયસન્સવાળી પિસ્તોલથી ભાઈને ત્રણ ગોળીઓ મારી દીધી. ગોળી માર્યા બાદ તરૂણીએ બહારથી કોઈ હુમલાખોરો આવ્યા હતા અને ગોળી મારી લૂંટફાટની કહાની પોલીસને જણાવી. પરંતુ, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને પરિવારની વાતોમાં વધારે તથ્ય જેવું ના લાગ્યું. ત્યારબાદ પોલીસે કડક રીતે પુછતાછ કરી તો, યુવતી આખરે તૂટી પડી અને ભાઈને તેણે જ ગોળી મારી હોવાની કબુલાત કરી લીધી. જોકે, તેણે પોતાના પિતા આજમગઢથી પાછા આવ્યા ત્યારબાદ જ પુરો ઘટના ક્રમની વાત કરી છે.

  જીતની ખુશીમાં ફટાકડા ફોડવા BJP નેતાના પુત્રની માર મારી હત્યા કરી દેવાઈ, લાશ ઝાડ પર લટકાવી

  આ પણ વાંચો -  જીતની ખુશીમાં ફટાકડા ફોડવા BJP નેતાના પુત્રની માર મારી હત્યા કરી દેવાઈ, લાશ ઝાડ પર લટકાવી

  ચક્રેશ મિશ્રા, એસપી, યમુનાપારે જણાવ્યું કે, આરોપી યુવતીને તેના ઘરમાં જ હાલ નજરબંધ કરવામાં આવી છે. ઘાયલ યુવકનું મેડિકલ કોલેજ એસઆરએન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘરમાં જ પિસ્તોલ અને લૂંટ થયેલા ઘરેણાં શોધી કાઢ્યા છે. જોકે, હજુ સુધી યુવતી દ્વારા આ ઘટના પાછળનું કારણ ન જણાવતા સસ્પેન્સ યથાવત રહ્યું છે. આખરે એવું શું બન્યું જેના કારણે એક નાની બહેને પોતાના સગા ભાઈની ગોળી મારી હત્યા કરવાની કોશિશ કરી છે.

  55ની ઉંમરે PI પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેક્ટર, થયા સસ્પેન્ડ

  55ની ઉંમરે PI પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેક્ટર, થયા સસ્પેન્ડ

  પ્રશ્ન - બહેને ભાઈની સાથે આવું કેમ કર્યું?

  હવે મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, આખરે પુરા ઘટનાક્રમ પાછળ અસલી કહાની શું છે. આ ઘટના બાદ લોકોમાં જાત-જાતના અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આજે સાંજ સુધીમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી ઘટનાક્રમ પરથી પરદો હટાવી શકે છે.

  ઉલ્લેખનીય છે કે, આજમગઢમાં ફરજ બજાવી રહેલા પીઆઈ સભાજીત સિંહની પત્ની સુભદ્રા દેવી પોતાની દીકરી અને દીકરા સાથે નૈનીના ચક રઘુનાથ વિસ્તારમાં રહે છે. ઘાયલ 17 વર્ષિય દીકરો જીઆઈસીમાં 11મા ધોરણનો વિદ્યાર્થી છે. હાલમાં પોલીસે આરોપી સગીર દીકરી વિરુદ્ધ મામલો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published:November 11, 2020, 18:44 pm

  ટૉપ ન્યૂઝ