Home /News /national-international /UP election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખશે સરકાર? અલાહાબાદ HCની PM મોદીને આ અપીલ

UP election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખશે સરકાર? અલાહાબાદ HCની PM મોદીને આ અપીલ

કોરોનાની ત્રીજી લહેરની પ્રબળ આશંકા જોતાં અલાહાબાદ હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. (Image- PTI)

UP election 2022: કોરોના (Coronavirus pandemic) અને ઓમિક્રોન (Omicron)ના વધતાં કેસ જોતાં અલાહાબાદ હાઇકોર્ટે (Allahabad HC) PM નરેન્દ્ર મોદી (PM Modi)ને ચૂંટણી મુલતવી રાખવાની અપીલ કરી છે.

    UP election 2022: કોરોના વાયરસ (Corona virus pandemic) અને ઓમિક્રોન (Omicron)ના વધી રહેલા કેસ જોતાં અલાહાબાદ હાઇકોર્ટે (Allahabad High court) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને અપીલ કરી છે કે યુપીમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે સરકારે યુપી વિધાનસભા ચૂંટણી (UP election 2022) પણ થોડો સમય મુલતવી રાખવા પર વિચાર કરવો જોઈએ.

    કોર્ટે ચૂંટણી પંચને આગામી થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોવિડ-19 કેસ અને મૃત્યુમાં થયેલા વધારાના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે ત્રીજી લહેર ‘આપણા દરવાજે’ છે.

    કોર્ટમાં ભીડ જોઈને આ અપીલ કરી

    કોરોનાની ત્રીજી લહેર (Covid-19 third wave)ની પ્રબળ આશંકા જોતાં અલાહાબાદ હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં જસ્ટિસ શેખર કુમાર યાદવની સિંગલ બેંચમાં જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટમાં ભીડ જોઈને જજે પીએમ મોદીને આ અપીલ કરી હતી.

    જીવન છે, તો બધું છે- હાઈકોર્ટ

    જસ્ટિસ યાદવે પોતાના આદેશમાં કહ્યું કે, ‘જો જીવન છે તો ભવિષ્યમાં પણ ચૂંટણી રેલી અને સભાઓ યોજી શકાય છે અને બંધારણની કલમ 21 આપણને જીવન જીવવાનો અધિકાર આપે છે.’



    હાઈકોર્ટે કહ્યું કે પીએમ મોદી અને રાજ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મૂકવા માટે સખત પગલાં લે. કોર્ટે કહ્યું કે રાજકીય પાર્ટીઓને કહેવામાં આવે કે તેઓ ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચારપત્રોના માધ્યમથી કરે. કોર્ટે ઉમેર્યું કે, વડાપ્રધાન ચૂંટણી મુલતવી રાખવા પર વિચાર કરે કેમકે જીવન છે, તો બધું જ છે.

    આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોનના 340થી વધારે કેસ, PM મોદીએ કરી સમીક્ષા બેઠક

    વેક્સીનેશન અભિયાન માટે પીએમ મોદીના કર્યા વખાણ

    બેન્ચે કોરોના વેક્સીનેશન (Corona vaccination) અભિયાન માટે પીએમ મોદીના વખાણ કર્યા. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, આપણા દેશના વડાપ્રધાન જેમણે ભારત જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા પ્રદેશમાં ફ્રી વેક્સીનેશન અભિયાન ચલાવ્યું છે, તે પ્રશંસનીય છે. કોર્ટ આ બાબતની પ્રશંસા કરે છે. સાથે જ કોર્ટ એ પણ અપીલ કરે છે કે સ્થિતિને જોતાં રેલી, સભાઓ, પ્રચાર અને ચૂંટણી રોકવા અને મુલતવી રાખવા પર ભાર મૂકવામાં આવે.

    આ પણ વાંચો: Omicron અંગે Bill Gatesની ચેતવણી- દુનિયા મહામારીના સૌથી ખરાબ તબક્કા તરફ જઈ રહી છે, મારા બધા પ્લાન કેન્સલ

    અદાલતે રાજકીય પક્ષો દ્વારા આયોજિત જાહેર સભાઓ અને રેલીઓમાં લાખો લોકોના એકઠા થવા પર ચિંતા વ્યક્ત કરી છે કહ્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈપણ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી.

    કોર્ટે કહ્યું કે જો આ બધું સમયસર રોકવામાં નહીં આવે તો આ વખતના પરિણામો યુ.પી. ગ્રામ પંચાયતની ચૂંટણી અને પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો કરતાં વધુ ભયાનક હશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: UP Elections, UP Elections 2022, Uttar Pradesh elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन