Home /News /national-international /Loudspeaker Controversy: મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી : અલાહાબાદ હાઇકોર્ટ

Loudspeaker Controversy: મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી : અલાહાબાદ હાઇકોર્ટ

અલાહાબાદ હાઇકોર્ટે (ફાઈલ તસ્વીર)

Allahabad High Court - અલાહાબાદ હાઇકોર્ટે અજાન માટે લાઉડસ્પીકરની મંજૂરી આપવાથી ઇન્કાર કર્યો

પ્રયાગરાજ : દેશભરમાં લાઉડસ્પીકર વિવાદ (Loudspeaker Controversy)પર અલાહાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) શુક્રવારે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મસ્જિદોમાં અજાન (azan)માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. હાઇકોર્ટે પોતાનો આ નિર્ણય સંભળાવી લાઉડસ્પીકરના (Loudspeaker)ઉપયોગ કરવાની મંજૂરી આપવાની માંગણીવાળી અરજીને ફગાવી દીધી છે. અલાહાબાદ હાઇકોર્ટે બદાયૂના નૂરી મસ્જિદના મુતવલ્લીની અરજીને ફગાવી દીધી છે.

આ સાથે હાઇકોર્ટે અજાન માટે લાઉડસ્પીકરની મંજૂરી આપવાથી ઇન્કાર કર્યો છે. ધોરનપુર ગામની નૂરી મસ્જિદના મુતવલ્લી ઇરફાન તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એસડીએમ સહિત ત્રણ લોકોને પક્ષકાર બનાવ્યા હતા. એસડીએમ દ્વારા લાઉડસ્પીકરના ઉપયોગની મંજૂરી વાળી અરજીને ફગાવી દેવાને પડકાર આપ્યો હતો. કોર્ટે આ મામલામાં દખલ આપવાથી ઇન્કાર કરી દીધો છે. કોર્ટે અરજીમાં કરેલી માંગણીને ખોટી બતાવી અને અરજીને ફગાવી દીધી છે.

આ પણ વાંચો - અમિત શાહે બંગાળમાં કહ્યું - કોરોનાની લહેર ખતમ થતા જ લાગુ થશે CAA, ઘુસણખોરી મુદ્દે દીદી પર પ્રહાર

અરજીમાં કહ્યું હતું કે મૌલિક અધિકાર અંતર્ગત લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મળવી જોઈએ. જસ્ટિસ વિવેક કુમાર બિડલા અને જસ્ટિસ વિકાસ બુધવારની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થઇ હતી. કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકારની અંદર આવે નહીં. લાઉડસ્પીકરના ઉપયોગ માટે કોઇ સચોટ આધાર આપવામાં આવ્યો નથી. કોર્ટે આ કેસમાં દખલ આપવાનો ઇન્કાર કર્યો છે.

યૂપી પોલીસનું અભિયાન યથાવત

યૂપી-મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં લાઉડસ્પીકર પર વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ધ્વનિ પ્રદુષણ સામે યૂપી પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે. યૂપીમાં ધાર્મિક સ્થળો પર લાગેલા 53942 લાઉડસ્પીકર અત્યાર સુધી ઉતારી દેવામાં આવ્યા છે. આ સિવાય 60295નો અવાજ ઓછો કરાવી દીધો છે. યૂપીના એડીજી કાનૂન અને વ્યવસ્થા પ્રશાંત કુમારે આ જાણકારી આપી છે.
" isDesktop="true" id="1206490" >

રાજ ઠાકરેએ ઉઠાવ્યો હતો લાઉડસ્પીકરનો મુદ્દો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિવાદની શરૂઆત કરી હતી. તેમણે મુંબઈમાં એક રેલીમાં જાહેરાત કરી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરીશું. આ પછી સમગ્ર દેશમાં આ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ઘણા રાજ્યોમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે.
First published:

Tags: Allahabad high court, Loudspeaker, Loudspeaker Raw

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો