'લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી' - અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
'લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી' - અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
'લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી' - અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
Allahabad High Court Decision on Loud speaker: કોર્ટે કહ્યું કે મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. આ સાથે જ કોર્ટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી.
દેશભરમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ (Loudspeaker controversy) વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) પણ આ મુદ્દે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી ( loudspeaker for azan is not a fundamental right). આ સાથે જ કોર્ટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી બાદ બદાઈનની નૂરી મસ્જિદના મુતવલ્લી ઈરફાનની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે અઝાન માટે લાઉડસ્પીકરને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
Use of loudspeakers in mosques not a fundamental right, says Allahabad HC
આ અરજી બદાઉનના બિસૌલી તહસીલના ધોરનપુર ગામની નૂરી મસ્જિદના મુતવલ્લી ઈરફાન વતી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં SDM સહિત ત્રણ લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. SDM દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી અરજીને બરતરફ કરવાનો પડકાર હતો.
કોર્ટે (Allahabad High Court) આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરજીમાં કરાયેલી માંગને ખોટી ગણાવી અરજી ફગાવી દીધી હતી.
માંગ ખોટી છે
અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ હોવી જોઈએ. બુધવારે જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજીને ફગાવી દીધી અને કહ્યું કે મસ્જિદમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ મૂળભૂત અધિકાર હેઠળ આવતો નથી.
લાઉડસ્પીકરને મંજૂરી આપવા માટે અન્ય કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.આ સાથે જ કોર્ટે અરજીમાં કરાયેલી માંગને ખોટી ગણાવી અરજી ફગાવી દીધી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર