ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ, ગૌરક્ષા હિન્દુઓનો મૌલિક અધિકાર બને : અલ્હાબાદ હાઇકોર્ટ

ગૌહત્યાના એક આરોપીની જામીન અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court)મોટી ટિપ્પણી કરી

કોર્ટે કહ્યું- ગૌરક્ષાનું કાર્ય ફક્ત એક ધર્મ કે સંપ્રદાયનું નથી. ગાય ભારતની સંસ્કૃતિ છે અને તેને બચાવવાનું કામ દેશના દરેક નાગરિકનું છે. તેમાં ધર્મ ક્યાંય વચ્ચે આવે નહીં

  • Share this:
    અલ્હાબાદ : ગૌહત્યાના એક આરોપીની જામીન અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court)મોટી ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે (High Court)કહ્યું કે ગાય ભારતની સંસ્કૃતિનો અભિન્ન અંગ (Cow is part of culture)છે અને તેને રાષ્ટ્રીય પશુ જાહેર (national animal)કરવી જોઈએ. આ સાથે કોર્ટે એ પણ કહ્યું કે ગાયને મૌલિક અધિકાર આપવા અને તેને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કદમ ઉઠાવવા જોઈએ અને સંસદમાં વિધેયક લાવવું જોઈએ.

    હાઇકોર્ટના ન્યાયધીશ શેખર કુમાર યાદવે ગૌહત્યા અધિનિયમ અંતર્ગત આરોપી જાવેદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરતા જામીન અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે ગાયને નુકસાન પહોંચાડવાની વાત કરનારને દંડિત કરવા માટે સખત કાનૂન બનાવવો જોઈએ.

    આ પણ વાંચો - મહિલા સરપંચ પાસે મળી કરોડોની સંપત્તિ, બે આલિશાન બંગલા, 30 હેવી વાહનો

    ગાય ભારતની સંસ્કૃતિ

    કોર્ટે કહ્યું કે ગૌરક્ષાનું કાર્ય ફક્ત એક ધર્મ કે સંપ્રદાયનું નથી. ગાય ભારતની સંસ્કૃતિ છે અને તેને બચાવવાનું કામ દેશના દરેક નાગરિકનું છે. તેમાં ધર્મ ક્યાંય વચ્ચે આવે નહીં. ગાયની રક્ષા દરેક ધર્મના વ્યક્તિએ કરવી જોઈએ. કોર્ટે એ સાથે કહ્યું કે ગાયને નુકસાન પહોંચાડનાર કે હત્યા કરનારને દંડિત કરવા જરૂરી છે. આવું કામ કરનાર એક વર્ગ વિશેષને જ નહીં પણ આખા દેશની ભાવનાઓને આહત કરે છે.

    તો થશે દેશનું કલ્યાણ

    આ દરમિયાન કોર્ટે કહ્યું કે ગાયનું આપણા દેશમાં ઘણું મહત્વ છે. આવામાં જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ગાયને કોઈ ધર્મ વિશેષ સાથે જોડીને જોવા જોઈએ નહીં. તેને દેશની સંસ્કૃતિ તરીકે જોવું જોઈએ અને તેની રક્ષા બધાએ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે આ સંબંધમાં કાનૂન બનાવવો જોઈએ અને જોવું જોઈએ કે તેનું કડકાઇથી પાલન કરવામાં આવે.

    અલ્હાબાદ હાઇકોર્ટે ગાય પર કરેલી ટિપ્પણી પર ઉત્તર પ્રદેશના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહસિન રજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ન્યાયાલયે ગૌ માતાના સંબંધમાં કરેલી ભલામણનું સ્વાગત કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૌ માતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પિત છે. ગૌ માતા આપણી સાંસ્કૃતિક ધરોહર છે અને ધાર્મિક આસ્થા પણ છે.
    Published by:Ashish Goyal
    First published: