કુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટો દર્શાવ્યો તો થશે કાર્યવાહી

News18 Gujarati
Updated: February 10, 2019, 7:39 AM IST
કુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટો દર્શાવ્યો તો થશે કાર્યવાહી

  • Share this:
સમાચાર અને ટીવી પર સ્નાન કરતી મહિલાઓના ફોટોગ્રાફ દર્શાવવા પર અલ્હાબાદ હાઇકોર્ટે મેળા અધિકારીને કડક ભાષામાં ઠપકો આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, કુંભમાં સ્નાન કરતી મહિલાઓનો ફોટો સમાચાર-ટીવીમાં દર્શાવતા કાર્યવાહી કરવામાં આવે.

અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે 5 એપ્રિલના રોજ આગામી સુનવણી થશે. વકીલ અસીમ કુમારની અરજી પર જસ્ટિસ પીકેએસ બઘેલ અને પંકજ ભાટીયાની પેનલે સુનવણી કરી. કોર્ટે મેળા અધિકારીને પુછ્યું, જ્યારે સ્નાન ઘાટથી 100 મીટરના ક્ષેત્રમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, તો પણ આવું કેમ થઇ રહ્યું છે? આ પ્રતિબંધનું સખત પાલન કરાવો.

પ્રશાસને 1000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી આખા ક્ષેત્રનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આખા વિસ્તાર પર નજર રાખવા માટે 40 સર્વેલન્સ ટાવરનું નિર્માણ કર્યુ છે. મેળામાં રાજ્ય પોલીસ ફોર્સ, પીએસી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના અંદાજિત 22,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ઇમરજન્સીને પહોંચી વળવા માટે આખા મેળા ક્ષેત્રમાં 40 પોલીસ ચોકી, 3 મહિલા પોલીસ ચોકી અને 60 પોલીસ ચોકીઓની સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય 4 પોલીસ લાઇન પણ બનાવવામાં આવી છે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading