Home /News /national-international /HCના જજનો PMને પત્ર, 'જજોની નિમણૂકમાં પરિવાર-જાતિવાદ એકમાત્ર માપદંડ'

HCના જજનો PMને પત્ર, 'જજોની નિમણૂકમાં પરિવાર-જાતિવાદ એકમાત્ર માપદંડ'

પીએમ મોદી ફાઇલ તસવીર

જસ્ટિસ રંગનાથ પાંડેયએ પોતાના પત્રમાં વડાપ્રધાન મોદીને લોકસભા ચૂંટણી 2019માં પૂર્ણ બહુમત મેળવવા માટે અભિનંદન પણ પાઠવ્યા છે.

  નવી દિલ્હી : અલાહાબાદ હાઇકોર્ટના જજ રંગનાથ પાંડેયએ પીએમ મોદીને એક ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. તેમણે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજનો નિમણૂક દરમિયાન વંશવાદ અને જાતિવાદનો આરોપ લગાવ્યો છે. જસ્ટિસ પાંડેયએ લખ્યું છે કે લોકશાહીના ચાર સ્તંભમાંથી સૌથી મહત્વપૂર્ણ એવા ન્યાયના સ્તંભને વંશવાદ અને જાતિવાદને કારણે ખૂબ નુકસાન થયું છે.

  ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે ન્યાયાધીશે લખ્યું છે કે, ન્યાયાધીશના પરિવારમાંથી જ આગામી ન્યાયાધીશ આવે છે. તેમનું કહેવું છે કે ન્યાયધીશ બનવા માટે ન્યાયધીશ પરિવારમાંથી આવવું જરૂરી છે. તેમના કહેવા પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં કોઈ જ પ્રતિયોગી પરીક્ષાઓ નથી. એટલે કે અહીં કોઈ માપદંડ કામ કરતા નથી. અહીં એકમાત્ર માપદંડ પરિવાર, ભાઈ અને ભત્રીજાવાદ છે.

  જસ્ટિસ રંગનાથ પાંડેયએ પોતાના પત્રમાં વડાપ્રધાન મોદીને લોકસભા ચૂંટણી 2019માં પૂર્ણ બહુમત મેળવવા માટે અભિનંદન પણ પાઠવ્યા છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ વંશવાદની રાજનીતિ ખતમ કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Allahabad high court, Appointment, Judge, Supreme Court, હાઇકોર્ટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन