પ્રયાગરાજઃ નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને એનઆરસી (NRC)ને લઈને ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપમાં જેલમાં કેદ ડૉ. કફીલ ખાન (Dr Kafeel Khan)ને અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)માંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમની પર લાગેલા NSAને ખોટો ગણાવતાં તેને હટાવી દીધો છે. સાથોસાથ કોર્ટે કહ્યું છે કે ડૉ. કફીલ ખાનને જેલમાં પૂરવું ખોટું ઠેરવ્યું છે. તેની સાથે જ ડૉ. કફીલને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ઉશ્કેરીજનક ભાષણો આપવાના આરોપમાં ડૉ. કફીલ ખાન મથુરા જેલમાં કેદ છે. આ આદેશ ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ એસ.ડી. સિંહની ખંડપીઠે ડૉ. કફીલ ખાનની માતા નુજહત પરવીનની અરજી પર આપ્યો છે.
Allahabad High Court grants conditional bail to Dr Kafeel Khan (in file pic).
He was booked under National Security Act (NSA) & arrested from Mumbai in January this year, for his alleged provocative speech at Aligarh Muslim University in December 2019, amid anti-CAA protests. pic.twitter.com/udv7ni1u0g
ઉલ્લેખનીય છે કે, 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને ડૉક્ટર કફીલ ખાનની માતાની અરજી પર 15 દિવસમાં ચુકાદો આપવા માટે કહ્યું હતું. ડૉ. કફીલ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો દરમિયાન ઉશ્કેરીજનક નિવેદનો આપવાના આરોપમાં NSA હેઠળ જેલમાં કેદ છે. તેમની ઉપર ત્રણ વાર NSA લંબાવવામાં આવ્યો છે.
આ પહેલા ડૉ. કફીલની પત્નીએ ટ્વિટર પર પોતાના પતિની મુક્તિને લઈ 4 ઓગસ્ટે એક કેમ્પેન પણ શરૂ કર્યું હતું, જેને લોકો તરફથી બહોળું સમર્થન મળ્યું હતું. ડૉ. કફીલની પત્ની 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ડૉ. કફીલના સમર્થનમાં અરજ કરી ચૂકી છે. તેમને કથિત રીતે CAAના વિરોધની વચ્ચે 13 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક ઉશ્કેરીજનક ભાષણ માટે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર