Home /News /national-international /અનોખો કિસ્સો: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરનારા આરોપીને હાઈકોર્ટે સજા આપવાની ના પાડી
અનોખો કિસ્સો: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરનારા આરોપીને હાઈકોર્ટે સજા આપવાની ના પાડી
અલાહાબાદ હાઇકોર્ટે (ફાઈલ તસ્વીર)
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરનારા યુવકને અલ્હાબાદ હાઈકોર્ટે સજા આપવાની ના પાડતાવા સાથે કહ્યું કે, જો તેને સજા આપવામાં આવશે, તો સમાજ માટે યોગ્ય નથી, તેના વિરુદ્ધના તમામ કેસો રદ પણ કર્યા.
અલ્હાબાદ: અલ્હાબાદ હાઈકોર્ટ રેપ પીડિતા સાથે લગ્ન કરનારા આરોપીને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે આ મામલામાં સુનાવણી કરતા આરોપી વિરુદ્ધ અપહરણ તથા રેપનો કેસ રદ કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, સમાજ તથા અન્ય હિતમાં જઘન્ય અપરાધ તથા અશમનીય ગુનામાં સમાધાન થઈ શકે છે.
કોર્ટે કહ્યું કે, પીડિતા અને આરોપી સાડા ચાર વર્ષના દિકરા સહિત લગ્નજીવનમાં સુખી દાંમ્પત્ય જીવન વિતાવી રહ્યા છે. ત્યારે આવા સમયે પતિ પર સગીર સાતે દુરાચાર અને અપહરણનો આરોપ લગાવી કેસ ચલાવવો યોગ્ય નથી. જસ્ટિસ મંજૂ રાની ચૌહાણની સિંગલ બેન્ચે કહ્યું કે, જો પતિને સજા આપવામાં આવશે, તો સમાજ હિતમાં નહીં હોય. પીડિતા પત્નીને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે અને તેનો ભવિષ્ય બરબાદ થઈ શકે છે. કેસ બાદ બંનેને લગ્ન કરી લીધા અને સમાધાન કરીને સાથે રહેવા લાગ્યા છે.
પીડિતાએ ખુદ કહ્યું છે કે, FIR તેના મામાએ નોંધાઈ હતી અને કેસમાં તેઓ હાજર નથી રહેતા. તેઓ તેમના લગ્ન જીવનને બરબાદ કરવા પર ઉતરી આવ્યા છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના જ્ઞાન સિંહ કેસના આધાર પર નિર્ણય આપ્યો હતો. અરજીકર્તા વિરુદ્ધ એડીજે બાગપતની કોર્ટમાં ચાલી રહેલા ગુનાહિત કેસની સમગ્ર કાર્યવાહીને રદ કરી દીધી છે.
કોર્ટનો આ નિર્ણય અરજીકર્તા રાજીવ કુમાર તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરતા આપ્યો હતો. અરજીકર્તા વિરુદ્ધ બાગપતના દોઘટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 25 જૂન 2015ની ચાર્જશીટ પર કોર્ટે 30 જૂલાઈ 15ને ધ્યાને લાધી હતી. અરજીકર્તા પર સગીરનું અપહરણ કરીને દુરાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર