ઉન્નાવ ગેંગરેપ અને પીડિતાના પિતાની પોલીસે કસ્ટડીમાં હત્યા મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે યુપી સરકારની છાટકણી કરતા પુછ્યું છે કે આ મામલામાં વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ અત્યાર સુધી કેમ નથી થઇ? હાઇકોર્ટે સરકારના મહાધિવક્તાને બે વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને પુછ્યું છે કે આ મામલામાં તમે ધરપકડ કરવાના છો કે નહીં?
બુધવારે ઇલ્હાબાદ હાઇકોર્ટે આ મામલામાં સ્વત: સંજ્ઞાન લીધું હતું. જેના પર કોર્ટમાં સુનાવણી ચાલું છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ લંચ પછી હવે ફરીથી આ મામલે સુનાવણી શરૂ થશે. મામલામાં સવારે રાજ્ય સરકારે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકારે તપાસ સીબીઆઈને સોંપી છે.
ગુરુવારે જ્યારે સુનાવણી શરૂ થઇ ગઇ ત્યારે રાજ્ય સરકારના મહાઘિવક્તા રાઘવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 20 જૂન 2017ના પીડિતાની માતાએ એફઆરઆઈ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 3 લોકો તેમની દીકરીને ભગાડી ગયા. જેમાં ત્રણેવ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમાં બૃજેશ યાદવ, અવધેશ તિવારી અને શિવમની ધરપકડ કરવામાં આવી. પરંતુ પછી તે ત્રણેવને મુક્ત કરી દેવામાં આવ્યાં. તેમણે જણાવ્યું કે 17 ઓગસ્ટ 2017ના રોજ છોકરીએ પહેલીવાર ધારાસભ્ય સામે મુખ્યમંત્રી સામે ફરિયાદ કરી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેની સાથે 4 જૂન 2017ના રોજ તેની સાથે રેપ થયો હતો.
આ મામલામાં નવી એફઆઇઆર 12 એપ્રિલ 2018ના રોજ એસઆઈટીની રોપોર્ટ પછી નોંધવામાં આવી છે. જેના પછી આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર