અલાહાબાદઃ LLB સ્ટુડન્ટની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ

આ પહેલા રેલવેએ પણ વિજય શંકર સિંહને સસ્પેન્ડ કરીને તેની સામે તપાસ બેસાડી છે.

News18 Gujarati
Updated: February 14, 2018, 10:59 AM IST
અલાહાબાદઃ LLB સ્ટુડન્ટની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ
લો સ્ટુડન્ટ દિલીપ કુમાર સરોજને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો
News18 Gujarati
Updated: February 14, 2018, 10:59 AM IST
થોડા દિવસ પહેલા અલાહાબાદમાં એલએલબીના એક સ્ટુડન્ટ દિલીપ કુમાર સરોઝની એક રેસ્ટોરાંની બહાર ખૂબ જ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, બાદમાં તેનું મોત થઈ ગયું હતું. આ કેસમાં ફરાર રહેલા ટીટીઇ વિજય શંકર સિંહની પોલીસે ધરપકડ કરી છે.

આ પહેલા રેલવેએ પણ વિજય શંકર સિંહને સસ્પેન્ડ કરીને તેની સામે તપાસ બેસાડી છે. નોંધનીય છે કે જાહેરમાં દલિતની હત્યાનો કેસ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. જેના બાદમાં સરકારે પણ દોષિતો સામે કડક હાથે કામ લેવાની વાત કરી હતી.

એડીજી અલાહાબાદ ઝોન એસએન સાબતે વિજય શંકરની ધરપકડની પુષ્ટિ કરી હતી. આ કેસમાં પોલીસે વેઇટર મુન્નાસિંહ અને વિજય શંકરના ડ્રાઇવર સહિત ત્રણ લોકોની પહેલા જ ધરપકડ કરી હતી. તો આ કેસમાં કટારા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સહિત ત્રણ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલા મંગળવારે ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ મૃતક સ્ટુડન્ટના પરિવાર સાથે મુલાકાત કરી હતી, તેમજ પરિવારને 24.12 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. સપાના રાષ્ટ્રીય મહાસચિવ ઇન્દ્રજીત સરોજે મૃતકના પ્રતાપગઢના ભુલસા ગામ પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી હતી, તેમજ પરિવારને પાંચ લાખની સહાયનો ચેક આપ્યો હતો.

વિજય શંકર


નોંધનીય છે કે અલાહાબાદના કર્નલગંજ પોલીસ સ્ટેશન હદમાં એક રેસ્ટોરાંમાં શુક્રવારે રાત્રે એલએલબીના એક સ્ટુડન્ટને જાહેરમા ખૂબ જ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. બાદમાં સ્ટુડન્ટ દિલીપ કુમાર સરોજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
First published: February 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...