Home /News /national-international /‘6 ગાડીનો કાફલો, 2 વજ્ર વાહન, 1 એમ્બ્યુલન્સ’, જાણો અતીકને કેવી તૈયારી સાથે UP પોલીસ લાવી રહી છે

‘6 ગાડીનો કાફલો, 2 વજ્ર વાહન, 1 એમ્બ્યુલન્સ’, જાણો અતીકને કેવી તૈયારી સાથે UP પોલીસ લાવી રહી છે

ફાઇલ તસવીર

Atiq ahmed sabarmati to prayagraj: અતીકને ચુસ્ત સુરક્ષા વચ્ચે યૂપીના પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. અતીકને લેવા માટે કાફલામાં 45 કર્મીઓ આવ્યા હતા અને તેમાંથી માત્ર 5 પાસે જ ફોન છે. બાકીના અધિકારીઓના ફોન જમા કરાવી લીધા છે. પોલીસ અતીકની સુરક્ષામાં કોઈપણ ચૂક રાખવા માગતી નથી. ત્યારે તેને લઈને વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
લખનૌઃ યૂપી પોલીસ સાબરમતી જેલમાંથી માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહેમદને લઈને નીકળી ચૂકી છે. ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય આરોપી અતીક અહેમદને પ્રયાગરાજ લાવવા યૂપી એસટીએફની ટીમ રવિવારે સાબરમતી જેલ પહોંચી હતી. અતીકને કડક સુરક્ષા વચ્ચે યૂપીની પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરવા લાવવામાં આવી રહ્યો છે. અતીકને લાવવા માટે પોલીસના કાફલામાં કુલ 45 અધિકારીઓ છે અને તેમાંથી માત્ર 5 પાસે જ ફોન છે. બાકીના અધિકારીઓના ફોન જમા કરાવી લેવામાં આવ્યા છે. પોલીસ અતીકની સુરક્ષાને લઈને કોઈપણ ચૂક રાખવા માગતા નથી. તેથી વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.

ગેંગસ્ટરથી રાજનેતા બનેલી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. તેના કાફલામાં કુલ 6 ગાડીઓ સામેલ છે. તેમાં 2 વજ્રવાહન અને 1 એમ્બ્યુલન્સ, 3 કાર સામેલ છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાર સુધીમાં કાફલો ઉદયપુરથી અમુક કિલોમીટર દૂર હતો. ત્યાં સુધી પેટ્રોલ પંપ પર અહેમદને રોકવામાં આવ્યો હતો. થોડો સમય રોકાયા બાદ કાફલો પ્રયાગરાજ જવા માટે ફરીથી રવાના થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અતીક ટોયલેટ કરવા માટે થોડા સમય માટે નીચે ઊતર્યો હતો.

આ પણ વાંચોઃ પોલીસ વાનમાં સિપાહી પર ભડક્યો અતીક અહેમદ, મોતની બીક લાગે છે

બખ્તરબંધ વાહનમાં સુરક્ષાની આધુનિક તૈયારી


સાબરમતીથી પ્રયાગરાજ અંદાજે 1700 કિલોમીટર દૂર છે, તે પૂરું કરવામાં અંદાજે 21 કલાક જેટલો સમય લાગશે. અતીકના કાફલામાં પોલીસની ગાડીઓ સાથે મીડિયાની ગાડીઓ પણ જોડાઈ ગઈ છે. તમામની નજર અતીક અહેમદના પહોંચવા પર ટકેલી છે. ત્યારે અતીક અહેમદ જે બખ્તરબંધ ગાડીમાં લઈ જવાઈ રહ્યો છે તેમાં સુરક્ષાની ખાસ તૈયારી કરવામાં આવી છે. આ ગાડીમાં અતીકની આસપાસ પોલીસ બેસેલી છે. તેમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે અને કન્ટ્રોલ રૂમથી તેને સરળતાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


અતીક અહેમદને હત્યાની બીક લાગી


જેલથી બહાર નીકળ્યા પછી અતીક અહેમદે એક મોટો દાવો કર્યો છે. તેને એન્કાઉન્ટરની આશંકા ગણાવી હતી. તેણે કહ્યુ કે, ‘મને મારવા માટે કોર્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે.’ ત્યાં અતીક અહેમદે વાહનમાં બેસતા પહેલાં કહ્યુ હતુ કે, કોર્ટના નામે મને મારવા માગે છે.
First published:

Tags: Up police, ​​Uttar Pradesh News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો