જુના અખાડામાં પહેલી વાર કોઇ દલિત સાધુને અપાશે 'મહામંડલેશ્વર'ની પદવી

 • Share this:
  અખિલ ભારતીય અખાડા પરિષદમાં સામેલ જુના અખાડાએ એક દલિત સંતને ધર્માચાર્યની મોટી પદવી આપવાની જાહેરાત કરી છે. અલ્હાબાદના મૌઝગિરી આશ્રમમાં જુના અખાડાના સાધુસંતોની ઉપસ્થિતીમાં દલિત સંત કનૈયા કુમાર કશ્યપે દીક્ષા અને સંસ્કાર લીધા પછી કનૈયા પ્રભુનંદ ગિરી બની ગયા છે. સનાતન સંસ્કૃતિના ઇતિહાસમાં કોઇપણ દલિતને મહામંડલેશ્વર પદવી આપવાનો આ પ્રથમ નિર્ણય છે.

  જુના અખાડાના એક દલિત સંતને ધર્માચાર્યના મોટા પદ પર બેસાડવાની તૈયારીઓ પુરી કરી લીધી છે. જો કે હજી અખાડાની બેઠક પછી જ તેમના પદની જાહેરાત થશે. જુના અખાડાના સંત પંચાનન ગિરી પ્રમાણે સનાતન ધર્મમાં ઘણી કુરીતિઓ છે, જેના કારણે ધર્મનું પતન થઇ રહ્યું છે. આ નિર્ણય કુરીતીઓને રોકવા માટે લેવામાં આવ્યો છે.

  તેમના પ્રમાણે સનાતમ ધર્મમાં ઘણાં દલિત સંત થયા છે, જેમનું સન્માન પણ બધાએ કર્યું છે. એટલે આજે સનાતમ ધર્મને બચાવવા માટે યોગ્ય દલિતને પણ ધર્માચાર્ય પદ માટે જાહેર કરવામાં આવશે. તેમના પ્રમાણે જેમનામાં યોગ્યતા છે તેવા અન્ય દલિતોને પણ આવનારા કુંભમાં તેમનો પણ સંસ્કાર કરવામાં આવશે.

  કનૈયા કુમાર કશ્યપથી કનૈયા પ્રભુનંદ ગિરી બનનાર દલિત સંતનું કહેવું છે કે તેમણે ક્યારેય આવી કલ્પના કરી ન હતી કે અનુસૂચિત જાતિના હોવા ઉપરાંત તેઓ આ પદ પર આવી શકશે. તેમણે સંસ્કૃતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી વર્ષ 2016ના ઉજ્જૈનમાં સિંહસ્ય કુંભમાં પંચાનન ગિરી પાસે દીક્ષા લઇને સંન્યાસ લીધો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: