સુરક્ષાની અરજ લઈ અલાહાબાદ હાઈકોર્ટ આવ્યું હતું જોડું, બંદૂકની અણીએ અપહરણ

અલાહાબાદ હાઈકોર્ટ

અજાણી વ્યક્તિઓએ બંદૂકની અણીએ હાઈકોર્ટના દરવાજા પાસે કપલનું અપહરણ કર્યુ

 • Share this:
  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચોંકાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો થયો છે. અલાહાબાદ હાઈકોર્ટના ગેટ નંબર 3-એની બહારથી કેટલાક હથિયારબંધ બદમાશોએ એક યુવક અને યુવતીનું ધોળાદિવસે અપહરણ કરી દીધું. યુવક અને યુવતી બંને કોર્ટ પરિસરમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની.

  હાઈકોર્ટમાં કેસની તારીખ પર આવેલા અન્ય લોકો મુજબ યૂપી 82 નંબરની કાળા રંગની ગાડી અચાનક હાઈકોર્ટના દરવાજા બહાર આવીને રોકાઈ. આ ગાડીની બહાર ચેરમેન લખેલું હતું. ગાડીમાંથી બહાર આવેલા કેટલાક લોકોએ બંદૂક બતાવીને યુવક અને યુવતીને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધા અને લઈને ચાલ્યા ગયા.

  આ પણ વાંચો, હિમાચલમાં બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી, સેનાનાં 6 જવાનો સહિત 7નાં મોત

  લોકોનું માનવું છે કે સંભવત: આ યુવક અને યુવતીના પ્રેમ વિવાહથી સંબંધિત મામલો હોઈ શકે છે. આ બંને સુરક્ષાની માંગ કરવા માટે હાઈકોર્ટ આવ્યા હતા. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: