Home /News /national-international /

પ્લાનિંગથી એક્શન સુધી: જાણો 'સર્જિકલ સ્ટ્રાઇક'ની અંદરની વાત

પ્લાનિંગથી એક્શન સુધી: જાણો 'સર્જિકલ સ્ટ્રાઇક'ની અંદરની વાત

જંગમાં જીત હાસેલ કરવાનાં ઘણાં રસ્તા હોય છે પણ સૌથી સારો રસ્તો તે છે જેમાં આપની જીત પણ હો અને સૈનિક પણ તમામ સુરક્ષિત રહે.

જંગમાં જીત હાસેલ કરવાનાં ઘણાં રસ્તા હોય છે પણ સૌથી સારો રસ્તો તે છે જેમાં આપની જીત પણ હો અને સૈનિક પણ તમામ સુરક્ષિત રહે.

  નવી દિલ્હી: પઠાણકોટ, પુંછ અને ઉરી અટેકથી વારંવાર પાકિસ્તાને જ્યારે તેની નાપાક હરકત દેખાડી. જે બાદ ભારતનો સબ્રનો બાંધ તુટી પડ્યો અને મજબૂર થઇને ભારતે 28-29 સ્પટેમ્બર 2016નાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઇક'નો અહમ નિર્ણય લીધો. ભારતીય કમાંડોએ PoKમાં ઘુસીને આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમનાં લોન્ચરને હમેશાં માટે નેસ્તનાબૂદ કરી દીધો. આ ઓફરેશનને અંજામ આપીને આપણાં જવાનો સુરક્ષિત આપણી સીમામાં પરત પણ ફરી ગયા.

  ભારતીય સેનાનાં લેફ્ટિનેન્ટ જનરલ DS હૂડા (રિટાયર્ડ)નાં નેતૃત્વમાં જ આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. આખરે 'સર્જિકલ સ્ટ્રાઇક' હોય છે શું? કેવી રીતે થઇ હતી તેની પ્લાનિંગ? કેવી રીતે કોઇ એક્શનનો લે છે તુરંત નિર્ણય? જામો સર્જિકલ સ્ટ્રાઇકની સંપૂર્ણ કહાની લેફ્ટિનેન્ટ જનરલ DS હૂડાની જુબાની...

  વાંચોઃ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની ગાથા: History TV18 પર 22મીએ રાત્રે 9 કલાકે

  જમ્મૂ-કશ્મીરનાં બારામુલા જિલ્લાનાં ઉરી સેક્ટરમાં 18 સ્પટેમ્બર 2016ની સવારે 4 આતંકવાદી કાંટાળા તાર કાપીને આર્મી કેમ્પમાં ઘુસ્યા પણ સેન્ટ્રી પોસ્ટ જોતા તેમણે પાછળ હટવું પડ્યુ હતું, આશરે 200 મીટરની દૂરી પર તેમને ફરી એક સુરક્ષિત જગ્યા મળી જ્યાંથી આતંકવાદી દિવાલ ફાંદી કેમ્પમાં દાખલ થયા. આ સમય સવારનો હતો. કેમ્પમાં જવાન સુઇ રહ્યાં હતાં.

  આ કેમ્પમાં રહેનારા સૈનિક બટાલિયનમાં નવાં નવાં શામેલ થયા હતાં. અન્ય યૂનિટ સાથે જ તેમને રિપ્લેસ થવાનું હતું નવું યૂનિટને આગળ કરી તેમને 13,000 ફિટની ઉંચાઇ પર પગપાળા જવાનું હતું. એવામાં તેમનાં ભારે સામાનને મુકવા માટે નવી યુનિટનાં જવાનો થોડા દિવસ માટે ઉરી સેક્ટરનાં કેમ્પમાં રોકાયેલા હતાં.

  ઉરી ગેરિસન ઇન્ફ્રેન્ટ્રી બ્રિગેડનું હેડક્વાર્ટર છે. અહીં ભારે સામાનનું સ્ટોરેજ થાય છે. લાઇન ઓફ કંટ્રોલમાં તૈનાત જવાન અહીં તેમનો સામાન મુકીને જાય છે. જો જવાનોની સંખ્યા વધુ હોય તો તેમનાં માટે ખાસ ટેન્ટ ઉભો કરવામાં આવે છે.

  આ સમયે પણ એવું જ હતું. મળસકે મોટાભાગનાં સૈનિક સુઇ રહ્યાં હતાં તો કેટલાંક જવાન પહરેદારી કરી રહ્યાંહ તાં. તે સમયે અચાનક જ આતંકવાદી હુમલો થયો. હુમલાવરોએ રાઇફલથી ફાયરિંગ કર્યું. તે સમયે તેમની પાસે ગ્રેનેડ અને કેમિકલ્સ મિક્સ હથિયાર હતાં. આતંકવાદીઓએ કેમ્પને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો. જેમાં આપણાં 19 સૈનિકો શહિદ થઇ ગયા.

  બપોરે હું અને જનરલ દલબીર સિંહ દિલ્હીથી ઉરી માટે રવાના થયા. બળેલા ટેન્ટ અને રાખનાં ઢગલા વચ્ચે અમને જવાનોની બોડી પડેલી મળી. તે નજારો જોઇ અમને સ્પષ્ટ થઇ ગયુ હતું કે, આ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવો હવે જરૂરી છે. કોઇ અન્ય કારણથી નહીં તો ભારતીય સેનાનાં ગૌરવ માટે એક્શન લેવો જ પડશે.

  નર્દર્ન કમાન્ડમાં બંને સ્પેશલ ફોર્સનાં કમાન્ડિંગ ઓફિસર્સ (COs)એ અમને લાઇન ઓફ કંટ્રોલ પાસે તે જગ્યાઓની લિસ્ટ તૈયાર કરવાનું ટાસ્ક આપ્યું જ્યાં આતંકવાદીઓ ટારગેટ કરી શકે છે. આ દરમિયાન હું ક્રોસ બોર્ડર ઓપરેશનની સંભાવનાઓ, લક્ષ્ય અને ઉદ્દેશ પર ચર્ચા કરવા માટે દિલ્હી પરત આવ્યો. આ મિલિટ્રી પ્લાન માટે અમને સ્પષ્ટ પોલીટીકલ ગાઇડેન્સની જરૂર હતી.

  નોર્દર્ન કમાન્ડમાં અમે ગત એક વર્ષથી આતંકવાદી કેમ્પમાં સ્ટ્રાઇખની પ્લાનિંગ કરી રહ્યાં હતાં. ટારગેટ સાથે જોડાયેલી નાની નાની જાણકારીઓ ભેગી કરવામાં આવી રહી હતી. જે બાદ પ્લાનિંગ થયુ, જોકે વાસ્તવિકતા અમારી પ્લાનિંગથી થોડી અલગ હતી

  જ્યારે અચાનક જ બહુ બધી જવાબદારીઓ આવી જાય છે તો આપનાં મગજમાં હાર-જીતની સંભાવનાઓ અંગે વધુ સારુ ચાલવા લાગે છે. એક નાનકડી ઇનપૂટને પણ નજર અંદાજ કરવી અમારા માટે મોટો ખતરો બની શકતી હતી. એવી અનિશ્ચિતતામાં અમે બસ એ જ રી શકતા હતા જે અમારા કમાન્ડિંગ ઓફિસર્સ કહે. અમને તેમનાં પર સંપૂર્ણ વિશ્વાસ હતો અમે તેમનાં કહેલા દરેક ટાસ્કને
  આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા માંગતા હતાં અને થયુ પણ એવું જ.

  અમે ઓપરેશન પૂર્ણ કર્યું. અમારા જવાનો પાક અધિકૃત જમ્મૂ-કશ્મીરની અંદર ઘુસીને તે કેમ્પને નષ્ટ કરી નાખ્યા જ્યાં આતંકવાદીઓ રહેતા હતાં. સર્જિકલ સ્ટ્રાઇકની પ્લાનિંગ અમે ઘણાં કલાકો વિતાવીને કરી હતી. અમારે તે સુનિશ્ચિત કરવું હતું કે, અમારા જવાનો આતંકવાદી કેમ્પને તબાહ કર્યા બાદ ત્યાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે કે નહીં.

  આપને હમેશાં પરફેક્ટ ઇન્ટેલિજન્સ નથી મળતું. કેમ્પ એને નષ્ટ કરવું સૌથી વધુ પડકારરૂપ હતું. આ કેમ્પ પાકિસ્તાની ક્ષેત્રમાં ખુબ જ ઉંડાણમાં હતું. અહીં સૌથી વધુ આતંકવાદીઓ હતાં. કેટલાંકની જગ્યાતો એ રીતે હતી કે પાકિસ્તાની આર્મીનાં પોસ્ટથી થઇને અહીં પહોંચી શખાય.

  લાંબી ચર્ચા બદા નક્કી થયુ કે લાઇન ઓફ કંટ્રોલ પર પરિસ્થિતિ જોઇને સર્જીકલ સ્ટ્રાઇકનો રૂટ કન્ફર્મ કરવાં એક ટીમ મોકલવામાં આવે. અમે રિસ્ક લઇ રહ્યાં હતાં. પણ તે કામ કરી ગયું. એક નાનકડી ટીમ બોર્ડર પાર ગઇ. ત્યાં રૂટની માહિતી મેળવી તે પરત ફરી. તેનાંથી અમને પ્લાનને ફાઇનલ કરવામાં સૌથી વધુ મદદ મળી.

  સર્જિકલ સ્ટ્રાઇકની રાત્રે ઉદમપુર ઓપરેશન રૂમમાં લાગેલી સ્ક્રિન પર અમે આતંકવાદી કેમ્પને નષ્ટ થતી લાઇવ ઇમેજ જોઇ રહ્યા હતાં. સવાર સુધીમાં કેમ્પ એ સીવાયનાં તમામ કેમ્પમાં સ્ટ્રાઇક થઇ ગઇ હતી. અમને ઉત્સુક્તા હતી કે ક્યારે કેમ્પ એનો પણ સફાયો થાય. આતકંવાદીઓ કેમ્પમાંથી નીકળીને અહીં ત્યાં ભાગી રહ્યાં હતાં. વળતું ફાયરિંગ કરી રહ્યાં હતાં. પહેલાં અમે સમજી નહોતા શકતા
  કે આતંકવાદીઓને આ પ્રકારનાં ઓપરેશનનો અંદાજો આવી ગયો હતો કે શું? સવારે 6.12 વાગ્યે અમે સ્ક્રિન પર રોકેટ લોન્ચરનો એક બ્લેક પ્લમ જોયો. હુમલો શરૂ થઇ ગયો હતો.

  જંગમાં જીત હાસેલ કરવાનાં ઘણાં રસ્તા હોય છે પણ સૌથી સારો રસ્તો તે છે જેમાં આપની જીત પણ હો અને સૈનિક પણ તમામ સુરક્ષિત રહે. એક સૈનિક જંગમાં તેની જિંદગી ખતરામાં નાખે છે પણ સેનાને તેના દરેક જવાનની મોત પર હમેશા અફસોસ રહે છે મારા માટે સર્જિકલ સ્ટ્રાઇક બાદ તમામ જવાન સુરક્ષિત પરત ફર્યાની સફળતા સૌથી મોટી હતી.

  એક અંગ્રેજી કહેવત છે, Victory has a thousand fathers, but defeat is an orphan (જીતનાં દાવેદાર હજાર હોય છે પણ હાર હમેશાં અનાથ હોય
  છે) તે વાતમાં કોઇ શંકા નથી કે સર્જિકલ સ્ટ્રાઇકની સફળતમાં ઘણાં લોકોનું યોગદાન રહ્યું છે. ઘણાં લોકો આ અભૂતપૂર્વ પ્લાનિંગનો ભાગ રહ્યાં છે.

  જોકે આ ઓપરેશનની કેટલીક ક્રેડિત તે જવાનોને જાય છે જેમણે LoC પર તેમનું જીવન ખતરામાં નાંખે છે. તેમણે આ કોઇ લાભ કે સન્માનની લાલસામાં નથી કર્યુ હતું. તે બસ તેમને આપેલા આદેશનું પાલન કરે છે. જે તેમને તેમનાં ઉપરી અધિકારીઓ આપે છે. આ જવાન સર્જિકલ સ્ટ્રાઇકનાં રિયલ હિરો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: All you wants to know, Planning of surgical strike

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन