જાણો કોણ છે ઐશ્વર્યા રાય, જે બનશે લાલૂ પરિવારની વહુ

News18 Gujarati
Updated: April 6, 2018, 3:21 PM IST
જાણો કોણ છે ઐશ્વર્યા રાય, જે બનશે લાલૂ પરિવારની વહુ
ઐશ્વર્યા રાયની ત્રણ ત્રણ બહેનો અને એક ભાઇ છે. તે તમામમાં સૌથી મોટ છે.

ઐશ્વર્યા રાયની ત્રણ ત્રણ બહેનો અને એક ભાઇ છે. તે તમામમાં સૌથી મોટ છે.

  • Share this:
બિહાર: રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં અધ્યક્ષ અને બિહીરનાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ આગામી મહિને લગ્ન કરવા જઇ રહ્યો છે. તેજ પ્રતાપનાં લગ્ન RJD નેતા અને સરકારમાં મંત્રી રહી રહી ચુકેલી ચંદ્રિકા રાયની દીકરી સાથે થશે.

મળતી માહિતી પ્રમાણે 18 એપ્રિલને રિંગ સેરેમની થશેઅને 12 મેનાં રોજ તેમનાં લગ્ન થશે.



 

કોણ છે ઐશ્વર્યા?
-ઐશ્વર્યા રાયની ત્રણ ત્રણ બહેનો અને એક ભાઇ છે. તે તમામમાં સૌથી મોટ છે.-ઐશ્વર્યાએ તેનું ભણતર પટનાની નોટ્રેટમ સ્કૂલમાંથી કર્યુ છે. તેણે ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હીમાં આવીને પોતી MBA ભણી છે.
-ઐશ્વર્યાનો પરિવાર મૂળ બિહારનાં છપરા નજીકનો રહવસી છે. તેનાં પિતા હાલમાં પરસાનાં MLA છે.
- તેજપ્રતાની થનારી પત્ની ઐશ્વર્યાનાં પરિવારનાં સભ્યો તેને ઝિપ્સીનાં નામથી પણ બોલાવે છે. જ્યારે ઐશ્વર્યાનો જન્મ થયો ત્યારે ઝીણો વરસાદ વરસીર હ્યો હતો. ભોજપુરી વિસ્તારમાં તેને ઝિપસી કહે છે.



લાલૂનાં પરિવારમાં ચાર વર્ષ બાદ એક મોટુ પારિવારીક આયોજન થઇ રહ્યું છે. આ પેહલાં 2014માં લાલૂની સૌથી નાની દીકરી રાજ લક્ષ્મીનાં લગ્ન થયા હતાં. મુલાયમ સિંહે તેનાં પૈત્ર સાથે કરવામાં આવી હતી.

તેજપ્રતાપનાં લગ્નની ચર્ચાઓ છેલ્લા કેટલાંય સમયથી થતી હતી. મીડિયા પર પણ તેજપ્રતાપનાં લગ્નની વાતો રસથી થતી હતી. ફરી એક વખત મીડિયા સાથે વાત કરતાં રાબડી દેવીએ કહ્યું હતું કે, હું મારા દીકરાનાં લગ્ન પારંપરિક યુવતી સાથે કરીશ. અમને સિનેમા હોલ અને મોલમાં જતી યુવતી નથી જોઇતી. ઘર ચલાવી શકે, વડિલનો આદર કરી શકે તેવી છોકરી જોઇએ છે.'
First published: April 6, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading