Home /News /national-international /મળો ઇતિહાસ રચવા જઈ રહેલાં કેપ્ટન ઝોયા અગ્રવાલને...

મળો ઇતિહાસ રચવા જઈ રહેલાં કેપ્ટન ઝોયા અગ્રવાલને...

પાયલટ ઝોયા અગ્રવાલ

ઝોયા અગ્રવાલ ભારતીય મહિલા પાયલટોની એ ટીમના કૅપ્ટન છે જે ઇતિહાસ રચવાની તૈયારીમાં છે

દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગથી ઉત્તરી ધ્રુવની ઉપરથી ઉડાન ભરનાર ભારતની પ્રથમ ઍરલાઇન કંપની ઍર ઇન્ડિયા એક અન્ય ઉપલબ્ધિ મેળવવા જઈ રહી છે.

ઍર ઇન્ડિયાનાં મહિલા પાયલટોની ટીમ આ સૌથી લાંબા માર્ગથી ઉડાન ભરવા જઈ રહી છે. ઍર ઇન્ડિયાની આ ટીમ સૈન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરી અને લગભગ 16 હજાર કિલોમિટરની સફર કાપીને નવ જાન્યુઆરીના રોજ બેંગલુરુ પહોંચશે.

ઍર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરી ધ્રુવની ઉપરથી ઉડાન ભરવું બહુ મુશ્કેલ છે અને ઍરલાઇન કંપનીઓ આ માર્ગ પર પોતાના સર્વશ્રેષ્ઠ અને અનુભવી પાયલટોને મોકલે છે. ઍર ઇન્ડિયાએ આ કામ માટે જે ટીમ બનાવી છે તેમાં માત્ર મહિલાઓ છે. કૅપ્ટન ઝોયા અગ્રવાલ આ ઉડાનના કમાંડિંગ અધિકારી છે. કૅપ્ટન અગ્રવાલ અને તેમની ટીમનાં સાથી ઇતિહાસ રચવા માટે ઉત્સાહિત હતા.

તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોએ ઉત્તરી ધ્રુવ તેમના જીવનકાળમાં નથી જોયો હોતો. તેનો નકશો પણ જોયો નથી હોતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મને આ તક આપીને મારામાં જે વિશ્વાસ બતાવ્યો છે તેના માટે હું આભારની લાગણી વ્યક્ત કરૂ છું. મારા માટે બોઈંગ 777 સાથે ઉડાન ભરવી તે સોનેરી તક સમાન છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, રવિવારે 4 કલાકે થશે અંતિમ સંસ્કાર

કેપ્ટન ઝોયાની ટીમમાં બીજા અનુભવી મહિલા કેપ્ટન્સ છે જેમાં કેપ્ટન થન્મયી પાપાગરી, આકાંક્ષા સોનવારે અને શિવાની માનહાસ છે. તેમના માટે આ એક સ્વપ્ન સમાન ઘટના છે. નોર્થ પોલમાં કમ્પાસ 180 ડીગ્રી ફ્લીપ થાય છે જે ખૂબજ રસપ્રદ છે.
" isDesktop="true" id="1062563" >



2013માં કેપ્ટન ઝોયા બોઈંગ 777 સાથે ઉડાન ભરનારા સૌથી નાની ઉંમરના પાયલટ હતા. તેઓ જણાવે છે કે, દરેક મહિલાએ પોતાની જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ. કોઈ કામ અશક્ય નથી. આ ફ્લાઈટ તેમની યશ કલગીમાં ઉમેરો કરશે.
First published:

Tags: Pilot, એર ઇન્ડિયા, મહિલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો