Home /News /national-international /

PM મોદીને 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' એવોર્ડ આપવા ખુદ પહોંચ્યા UN મહાસચિવ

PM મોદીને 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' એવોર્ડ આપવા ખુદ પહોંચ્યા UN મહાસચિવ

બુધવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કારથી સન્માનિત કર્યા

બુધવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કારથી સન્માનિત કર્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર 'ચેમ્પિયન ઓફ ધ અર્થ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્થાયી વિકાસ અને જળવાયું પરિવર્તનમાં ફેરફારના ક્ષેત્રમાં અનુકરણીય નેતૃત્વ અને સકારાત્મક પગલા ભરવા માટે પીએમ મોદીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    પીએમ મોદી સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈક્રોને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

    બુધવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કારથી સન્માનિત કર્યા. એક સરકારી નિવેદન અનુસાર, આ પુરસ્કારની જાહેરાત ન્યૂયોર્કમાં 26 સપ્ટેમ્બરે 73મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બાદ કરવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પેરવી માટે અગ્રણી કાર્યો તથા 2022 સુધી એકલ ઉપયોગવાળી તમામ પ્રકારની પ્લાસ્ટિકને ભારતમાંથી હટાવવાના સંકલ્પના કારણે તેમને નેતૃત્વ શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે.

    તમને જણાવી દઈએ કે, 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર સરકાર, સિવિલ સોસાયટી અને પ્રાઈવેટ ક્ષેત્રમાં આવા અસાધારણ નેતાઓને આપવામાં આવે છે, જેમના પગલાથી પર્યાવરણ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય.
    Published by:kiran mehta
    First published:

    Tags: About, Know, Need, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन