દિલ્હી : ટ્રમ્પના આગમન પહેલાથી જ આ હૉટલના તમામ 438 રૂમ બુક, ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા

News18 Gujarati
Updated: February 22, 2020, 7:46 AM IST
દિલ્હી : ટ્રમ્પના આગમન પહેલાથી જ આ હૉટલના તમામ 438 રૂમ બુક, ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા
આઈટીસી મૌર્ય હૉટલ (ફાઇલ તસવીર)

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હૉટલની સુરક્ષા વ્યવસ્થા છેલ્લા બે અઠવાડિયાથી એનએસજી કમાન્ડો સંભાળી રહ્યા છે, દિલ્હી પોલીસ દરરોજ હૉટલના દરેક માળની તપાસ કરે છે.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીની આઈટીસી મૌર્ય હૉટલ (ITC Maurya Hotel)ના જે માળ પર ગ્રાન્ડ પ્રેસિડેન્સિયલ સ્યૂટ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હૉટલના સીમિત કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર આ જગ્યાએ રોકાશે. ટ્રમ્પ હૉટલના 'ચાણક્ય' સ્યૂટમાં રહેશે જ્યાં આ પહેલા પૂર્વ અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાં રોકાયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હૉટલમાં સુરક્ષા વ્યવસ્થા છેલ્લા બે અઠવાડિયાથી એનએસજી કમાન્ડો પાસે છે અને દિલ્હી પોલીસ દરરોજ હૉટલના દરેક ફ્લોરની તપાસ કરી રહી છે. અમેરિકન દૂતાવાસના અધિકારીઓ પણ તૈયારી કરતા નજરે પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ અને તેમના સાથીઓ જ્યાં સુધી અહીં રોકાશે ત્યાં સુધી મહેમાનોને અહીં રહેવાની છૂટ નહીં મળે. આ ફાઇવ સ્ટાર હૉટલના તમામ 438 રૂમ બુક કરી લેવામાં આવ્યા છે.ટ્રમ્પના આગામી અઠવાડિયાના ભારતના પ્રવાસ દરમિયાન દિલ્હી પોલીસ, અમેરિકન સિક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. આઈટીસી મૌર્યમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા હશે. હૉટલના દરેક માળ પર સાદા કપડાંમાં પોલીસ તહેનાત રહેશે.

24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે ટ્રમ્પ

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ સીધા જ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કરશે. જ્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન ટ્રમ્પ અને મોદી સ્ટેડિયમમાં હાજર લોકોને સંબોધિત કરશે. જોકે, ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન નહીં કરે. પહેલા એવા સમાચાર હતા કે મોદી અને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.
First published: February 22, 2020, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading