Home /News /national-international /

અયોધ્યા વિવાદ: "બધા ધર્મસ્થાનોને માનવતાનાં મંદિરો બનાવી દો"

અયોધ્યા વિવાદ: "બધા ધર્મસ્થાનોને માનવતાનાં મંદિરો બનાવી દો"

પ્રતિકાત્મક તસવીર

    નવી દિલ્હી: અયોધ્યા રામજન્મભૂમિ વિવાદને લઇને નવી દિલ્હીમાં એક નવું અભિયાન શરૂ થયુ છે. ખાસ કરીને જ્યારથી સુપ્રિમ કોર્ટે બાબરી મસ્જીદ-રામજન્મભૂમિ કેમ મામલે અંતિમ દલીલો સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી, આ કેસ કોર્ટની બહાર સમાધાન થયા એ માટે ઘણા લોકો મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે આગળ આવ્યાં છે. એક દાયકાથી પણ વધુ લાંબા સમયથી ચાલતી આ કાયદાકીય લડતમાં એક નવી પહેલની શરૂઆત થઇ છે.

    તાજેતરમાં જ અસ્તિત્વમાં આવેલા ન્યુ ભારત ફાઉન્ડેશન દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન લોકોએ એવું સુચન કર્યુ હતું કે તમામ ધર્મસ્થાનોનો માનવતાના મંદિરમાં બદલી નાંખવા જોઇએ. સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસ સમયે આ ઘટના ઘણી અગત્યની બની રહેશે.

    દિલ્હી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં "રામ મંદિર: ચિંતનથી સમાધન સુંધી" એ વિષય પર ચર્ચા યોજવામાં આવી હતી જેમાં હિેંદુ અને મુસ્લમ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

    આ પ્રસંગે રાષ્ટ્રિય મુસ્લિમ મંચના વક્તા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, દુનિયાભરમાં અનેક દેવળો હશે પણ વેટીકનમાં આવેલુ દેવળ ખ્રિસ્તીઓ માટે વિશેષ છે. એવી રીતે, દુનિયાભરમાં ઘણી મસ્જિદો છે પણ મુસ્લિમો માટે મક્કા અને મદિના સૌથી પવિત્ર ગણાય છે. ભારતમાં, ઘણા રામ મંદિરો છે પણ બધા મંદિરો રામ જન્મભૂમિ નથી. રામજન્મભૂમિ એક જ છે. કેટલાક લોકોએ આ જગ્યાને માત્ર રામ મંદિર કહીને આ વિષયને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. કુમારે કહ્યું કે, તમામ ધર્મના તમામ ધર્મસ્થાનોને માનવતાના મંદિરોમાં બદલી નાંખવા જોઇએ.

    આ વિચારને પ્રતિબિંબીત કરતા ઉત્તર પ્રદેશના વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું કે, તેમનો પણ એ પ્રયાસ છે કે, યોગ્ય સમાધાન થાય. તેમણે કહ્યું કે, અયોધ્યામાં મસ્જિદ ન બને તો અમને કોઇ વાંધો નથી. મસ્જિદ લખનઉમાં પણ બની શકે અને એનું નામ મસ્જિદ-એ-અમન હોય.

    સુપ્રિમ કોર્ટ એપ્રિલની 27 તારીખે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસ આગળ ચલાવશે. ન્યુ ભારત ફાઉન્ડેશનના સહ-કન્વીનીયર વિક્રમાદિત્ય સિંઘે દાવો કર્યો કે, આ સંગઠનાં સાત સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે. જેમાં મુસ્લિમ સમુદાયના સભ્યો પણ સરખા પ્રમાણમાં છે. આ પ્રસંદે કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુ પણ ઉપસ્થિત રહ્યા હતા પણ તેઓ આ પ્રસંગે કાંઇ બોલ્યા નહોતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ayodhya Dispute, Manavta Mandir, Resonates, Sc, Temple of humanity, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन