ભારત-ચીન સંઘર્ષ: ઓલ પાર્ટી બેઠકમાં સોનિયા ગાંધીએ સરકારને પૂછ્યા આવા તીખા પ્રશ્નો

બેઠકમાં સોનિયા ગાંધીની તસવીર

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યા પછી પોતાની વાત શરુ કરી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલુ વિવાદ અને હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારતના 20 જવાનો અંગે દેશભરમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શુક્રવારે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia gandhi) શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યા પછી પોતાની વાત શરુ કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અનેક વસ્તુઓ હજી અંધારામાં છે.

  સુત્રો પ્રમાણે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, 'ચીનની સેનાએ કઈ તારીખે લદ્દાખમાં અતિક્રમણ કર્યું હતું.  શું આ 5 મેના દિવસે થયું હતું કે પછી આનાથી પહેલા થયું. તેમણે કહ્યું કે જ્યારે 5 મેના દિવસે લદ્દાખ સહિત અનેક જગ્યાએ ચીની ઘૂસણખોરીની જાણકારી સામે આવી હતી ત્યારે તરત જ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈતી હતી.'

  આ પણ વાંચોઃ-ગલવાન ઘાટીમાં શહીદ કર્નલ સંતોષ બાબૂની પત્નીને 5 કરોડ, ગ્રૂપ-1ની નોકરી આપવાની તેલંગણા CM KCRની જાહેરાત

  સરકારને પૂછ્યા તીખા સવાલ

  કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચીન વિવાદ ઉપર સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, ચીની સેનાએ કઈ તારીખે ઘૂસણખોરી કરી હતી? સરકારને ક્યારે ચીનની આ હરકત વિશે જાણવા મળ્યું હતું? શું સરકાર પાસે સેટેલાઈટ તસવીર ન્હોતી? શું ચીની ગતિવિધીઓ અંગે ઈન્ટેલીજન્સ રિપોર્ટ ન હતી?  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓલ પાર્ટીની બેઠક ઘણી મોડેથી બોલાવવામાં આવી છે. આ પહેલાથી જ બોલાવવી જોઈતી હતી. અમે અત્યાર સુધી અંધારામાં હતા, કોંગ્રેસ પાસે વ્યાજબી સવાલ છે.

  આ પણ વાંચોઃ-રહસ્યમયી ધડકો! આકાશમાંથી પડી ઉલ્કાપિંડ જેવી વસ્તુ, 2 કિલોમિટર સુધી સંભળાયો ધડાકાનો અવાજ

  આખો દેશ એક સાથે ઉભો છે

  સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, દેશને આશ્વાસનની જરૂરત છે કે સ્થિતિ સારી થઈ જશે.  માઉન્ટેન સ્ટાઈક કોરની વર્તમાન સ્થિતિ શું છે.  વિપક્ષી પક્ષોને નિયમિત રૂપથી જાણકારી આપવી જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રની અખંડતા અને રક્ષા માટે આખો દેશ એક સાથે ઊભો છે. આ સાથે જ સરકાર દ્વારા ભરેલા તમામ પગલાંનું સમર્થન કરે છે.

  આ પણ વાંચોઃ-ભારત-ચીન સંઘર્ષ: PM મોદી બોલ્યા, 'આપણી સીમામાં કોઈ ઘૂસ્યું નથી, ચીનના કબ્જામાં કોઈ પોસ્ટ નથી'

  સીધી વાત કેમ ન કરવામાં આવી?

  સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું એ માનવું છે કે 5 મેથી લઈને 6 જૂન વચ્ચેનો કિમતી સમય આપણે ગુમાવી દીધો છે.  જ્યારે બંને દેશોના કોર કમાન્ડરોની બેઠક થઈ. છ જૂને આ બેઠક પછી ચીનના નેતૃત્વથી રાજનીતિક અને કૂટનીતિક સ્તરો ઉપર સીધી વાત કેમ ન કરી.
  Published by:ankit patel
  First published: