એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે પીએમ મોદીની સર્વપક્ષીય બેઠક આજે

News18 Gujarati
Updated: June 19, 2019, 7:41 AM IST
એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે પીએમ મોદીની સર્વપક્ષીય બેઠક આજે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

કોંગ્રેસ અને સહયોગી પાર્ટી બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે આજે સર્વપક્ષીય બેઠક થશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી છે. તમામ પાર્ટીઓના પ્રમુખોને બેઠકમાં આમંત્રિણ કરવામાં આવ્યા છે જેમના લોકસભા કે રાજ્યસભામાં ઓછામાં ઓછા એક સભ્ય છે. આ બેઠકમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિચાર, 2022માં આઝાદીના 75માં વર્ષની ઉજવણી, મહાત્મા ગાંધી 150મા જયંતી વર્ષને ઉજવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વિપક્ષના સામેલ થવા પર સસ્પેન્સ

કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ વડાપ્રધાન મોદી તરફથી એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પોતાના વલણને લઈ બુધવાર સવારે નિર્ણય કરશે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મંગળવાર સાંજે યૂપીએના સાથી પક્ષોની બેઠક થઈ. જોકે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિષય પર કોઈ નિર્ણય નથી થયો. બેઠક બાદ આ વિશે પૂછાતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, આ અંગે આપને કાલે જણાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અને સહયોગી પાર્ટી બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે જેમાં એ નિર્ણય થશે કે વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું વલણ શું રહેશે.

મમતા નહીં થાય સામેલ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે. આ બેઠક બુધવારે માટે નિર્ધારિત છે. મમતા બેનરજીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને એક પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાથી ઇન્કાર કરી દીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે વન નેશન, વન ઇલેક્શનના મુદ્દા ઉપર ઘણી લાંબી ચર્ચા કરવી જોઈએ.

આ પણ વાંચો, જ્યારે સંસદમાં સોનિયા-મેનકા અને રાહુલ-વરુણ થયા આમને-સામને...મમતા બેનરજીએ સલાહ આપતા કહ્યું હતું કે આ વિષય ઉપર સંક્ષિપ્ત નોટિસ ઉપર વ્યક્તિગત રુપથી બોલાવવાના બદલે બધી રાજનીતિક પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ. જોકે તેમણે એ પૃષ્ટી કરી છે કે તેમની પાર્ટી સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ અને મહાત્મા ગાંધીની 150મી જયંતી સમારોહમાં ભાગ લેશે.
First published: June 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading