એક દેશ-એક ચૂંટણી : મમતા-માયા, કેજરીવાલ અને અખિલેશ સર્વ પક્ષીય બેઠકમાં ન જોડાયા

News18 Gujarati
Updated: June 19, 2019, 4:38 PM IST
એક દેશ-એક ચૂંટણી :  મમતા-માયા, કેજરીવાલ અને અખિલેશ સર્વ પક્ષીય બેઠકમાં ન જોડાયા
માયાવતી, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીની સ્વપ્નશીલ યોજના, એક રાષ્ટ્ર એક ચૂંટણીને સાકાર કરવા માટે તમામ દળોની એક બેઠક દિલ્હીમાં યોજાઈ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બુધવારે વડાપ્રધાન મોદીએ કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને લઈને એક સર્વ દળીય બેઠકનું આયોજન કર્યુ છે. આ બેઠકમાં 'એક દેશ એક ચૂંટણી' અગત્યનો મુદ્દો છે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ અને 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેટલાક કાર્યક્રમો અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં મમતા-માયા, કેજરીવાલ અને અખિલેશ જોડાયા નથી.

બેઠક પહેલાં ટ્વીટર પર માયાવતીએ લખ્યું હતું કે જો EVM વિશે બેઠક બોલાવી હોત તો હું શામેલ થઈ શકી હોત. પીએમની અધ્યક્ષતામાં શરૂ થયેલી બેઠકમાં YSR કોંગ્રેસના વડા જગન મોહન રેડ્ડીની પાર્ટીએ સમર્થન કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે એક જ ચૂંટણી થવાથી ખર્ચમાં ઘટાડો અને સમયન બચાવ થશે. આ બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર પણ શામેલ થયા છે. AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ બેઠકમાં શામેલ થયા છે.

આ પણ વાંચો :  અમેરિકામાં 2020 ચૂંટણીના શ્રીગણેશ, ટ્રમ્પે પ્રથમ રેલી કરી સભા ગજવીજોકે, આ બેઠકમાં તેલંગાણાના મુખ્ય મંત્રી KCR નથી જોડાયા. તેમના વતી તેમનો પુત્ર KTR બેઠકમાં જોડાયો છે. એક બાજુ ત્રણ ક્ષેત્રીય દળે બેઠકોનો બહિષ્કાર કર્યો છે તો બીજી બાજુ ઓરિસાની બીજુ જનતા દળ, તેલંગાના રાષ્ટ્ર સમિતી, વાયએસઆર કોંગ્રેસ આ બેઠકમાં જોડાઈ છે.
First published: June 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading