નવી દિલ્હીઃ 25 ડિસેમ્બરે છતરપુર, દિલ્હીમાં એક જ્વેલર ની દુકાન (Jeweller Shop)માં ધોળેદિવસે ચોરી થઈ હતી. દુકાન પર બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને ગ્રાહક રૂપે આવેલમ ત્રણ લોકો જ્વેરી ચોરીને છૂમંતર થઈ ગયા હતા. જ્યાં સુધી વૃદ્ધ દુકાનદાર કંઈ સમજે તે પહેલા ત્રણેય લોકો ફરાર થઈ ગયા. સીસીટીવી (CCTV)માં ખુલાસો થયો કે ચોરી કર્યા બાદ એક મહિલા સ્કૂટી પર એક યુવક અને યુવતીને લઈ ફરાર થઈ રહી છે. બાદમાં આ સીસીટીવીના આધાર પર દિલ્હી પોલીસ એ આરોપી માતા અને તેમના દીકરા-દીકરીની ધરપકડ કરી લીધી છે.
જે દુકાનમાં ચોરી થઈ ત્યાંથી લઈને અનેક કિલોમીટર સુધીના સીસીટીવીને દિલ્હી પોલીસે ચેક કરવાનું શરૂ કર્યું. ત્યારે એક ફુટેજમાં તે ત્રણેય લોકો જોવા મળ્યા. આ ત્રણેય લોકો એક સ્કૂટી પર ભાગી રહ્યા હતા. પોલીસે સ્કૂટીના નંબરને વાંચીને આરોપીઓનું સરનામું મેળવી લીધું. પોલીસે ત્રણેય લોકોની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. ત્યારબાદ થયેલી પૂછપરછમાં જે સામે આવ્યું તો ખૂબ જ ચોંકાવનારું હતું.
ધરપકડ કરાયેલી 50 વર્ષીય મિથિલેશની સાથે પૂછપરછ બાદ પોલીસે જણાવ્યું કે તેનો પતિ અને બે દીકરા પહેલાથી જ એક કેસમાં જેલમાં કેદ છે. 25 ડિસેમ્બરે તે પોતાની દીકરી દુર્ગેશ્વરી (21) અને સૌથી નાના દીકરા ચિરાગ (19)ની સાથે છતરપુર જ્વેલર્સની દુકાન પર ગઈ હતી. ત્યાં કાનની બૂટ્ટીઓ જોવાના બહાને કેટલાક જ્વેલરી ચોરી લીધી. આ લોકો એવી દુકાનને નિશાન બનાવતા હતા જ્યાં વૃદ્ધ વ્યક્તિ બેસતી હોય.
આ પણ વાંચો, ભાઈથી બદલો લેવા માટે બહેને 10 વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, આવી રીતે થયો ખુલાસો વર્ષ 2013માં સૌથી પહેલા મિથિલેશ એક કેસમાં પકડાઈ ગઈ હતી. ત્યારથી તે પોતાના પરિવારની સાથે અપરાધી ઘટનાઓને અંજામ આપી રહી છે. હવે સમગ્ર પરિવારના લોકો પતિ-પત્ની, ત્રણ દીકરા અને એક દીકરી જેલમાં છે. આ પરિવાર દિલ્હીના મદનગીર વિસ્તારનો રહેવાસી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર