જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો છે કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં કોઈ પણ નુકસાન નથી થયું. તેની સાથે જ તેણે કહ્યું કે તેના તમામ આતંકી ઠીક છે અને સમગ્રપણે સુરક્ષિત છે. તેઓ મેડિકલી સમગ્રપણે ફીટ છે, તેને સાબિત કરવા માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની સાથે મુલાકાત કરવા પણ ચેલેન્જ આપી છે. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.
મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખ્યું છે કે જૈશને બાલાકોટમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યું કે, પણ એવું નથી, પણ તમામ લોકો જીવતા છે અને સુરક્ષિત છે. મસૂદ અઝહરે પોતાની કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે તે તેની સાથે શૂટિંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને એ જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે અઝહર જ અલ કલામમાં પ્રકાશિત કોલમના લેખક છે પરંતુ સાદી અઝહર જાણીતું પેન નેમ છે.
આ કોલમમાં અઝહરે પોતાની અને પોતાના સંગઠનની તુલના તે સમય સાથે કરી છે જે મુસલમાનો માટે પેગંબર મોહમ્મદના સમયમાં હતી. અઝહરે કહ્યું છે કે આદિલ અહમદ ડાર જેવી કાશ્મીરીઓએ જે આગ લગાવી છે તે કોઈ રીતે નહીં બુઝાય. આદિલ અહમદ ડાર જ જૈશનો એ આત્મઘાતી હુમલાખોર હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
અઝહરે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેમ-જેમ સમય પસાર થશે આઝાદીની લડત સમગ્ર રાજ્યમાં ફેલાશે કારણ કે આવા જ રીતે આવા આંદોલન આગળ વધે છે. અઝહરે લખ્યું કે રાજ્યની સ્થિતિ ઘણી નાજુક છે.
પોતાના સ્વાસ્થ્ય વિશે અઝહરે લખ્યું કે, તે એ વાત વિશે વાત નથી કરવા માંગતો પરંતુ આ માત્ર એક પ્રોપાગેન્ડા છે. અઝહરે લખ્યું કે, હું સંપૂર્ણપણે ફીટ છું. મારી કિડની અને લિવર પણ સરસ રીતે કામ કરે છે. અઝહરના દાવા મુજબ તે છેલ્લા 17 વર્ષમાં એક વાર પણ હોસ્પિટલ નથી ગયો અને ન તો ઘણા વર્ષોથી ડોક્ટરની પાસે ગયો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર